અનુ.જાતિ મોરચાના હજારો કાર્યકર્તાઓ ઉમટી પડશે.
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને તથા અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી શંભુનાથ ટુંડીયા, પ્રદેશ મહામંત્રીશ્રી ગૌતમભાઈ ગેડીયા, રાજકોટ જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા,રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, જીલ્લા મંત્રીશ્રી વિનુભાઈ પરમાર, ગીરીશભાઈ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ તકે શંભુનાથ ટુંડીયાએ આગામી કાર્યક્રમની માહિતી આપતા અને સંગઠનાત્મક ચર્ચા કહ્યું હતું કે,રાષ્ટ્રપિતા પુ.મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અનુસંધાને રાજકોટમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુજીયમના લોકાર્પણમાં આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના તા.૩૦મીએ લોકાર્પણ તેમજ ચૌધરી હાઇસ્કુલ ખાતે ઐતિહાસિક સભા સંબોધવાના હોય આ સભામાં અનુ.જાતિ મોરચાના રાજકોટ જીલ્લામાંથી હજારો કાર્યકર્તાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા સ્વયંભૂ ઉત્સાહનો માહોલ છે ત્યારે આ સભામાં વધુમાં વધુ લોકો સભામાં આવી શકે તે માટેની વ્યવસ્થાની જવાબદારી આપણા સૌની છે.
વધુમાં ટુંડીયાએ કહ્યું હતું કે, માન.વાદાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની સરકારમાં અનુ.જાતિને સંવૈધાનીક દરજ્જો આપ્યો છે. ઉપરાંત મનરેગા યોજના, ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના તેમજ અનેકવિધ કલ્યાણકારી યોજના થકી દેશ અને રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સરકારશ્રીના વિકાસના કામોને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી તેની જાણકારી આપણા સૌની નૈતિક ફરજ છે.
આ તકે પ્રદેશ મહામંત્રીશ્રી ગૌતમભાઈ ગેડિયાએ ગુજરાત પ્રદેશની સુચના અનુસાર રાજકોટ જીલ્લાના સંગઠનાત્મક માહિતી આપી હતી. આવનારી ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપાના જ્વલંત વિજયમાં આપણે શ્રમયજ્ઞ કરી ગામડે-ગામડે સુધી પહોચી સરકારશ્રીની યોજનાઓની માહિતી આપી.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયાએ રાજકોટ જીલ્લાની સંગઠનની માહિતી આપી હતી. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં અનુ.જાતિ મોરચાના હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે તેવી ખાતરી આપી હતી.
આ બેઠકમાં જીલ્લા અનુ.જાતિ મોરચાના જીલ્લા હોદેદાર, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનું સંચાલન જીલ્લા અનુ.જાતિ મહામંત્રીશ્રી લાલજીભાઈ આઠુંએ કર્યું હતું.આભારવિધિ જીલ્લા અનુ.જાતિ મોરચાના મહામંત્રીશ્રી જીતુભાઈ ચૌહાણએ કરી હતી.