મોદી સરકારના ખેડુત હિતલક્ષી પગલાઓને દેશમાં કૃષિક્રાંતિ તરફ આગે કદમ: ભાર્ગવ ભટ્ટ
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા શકિત કેન્દ્ર વિસ્તારક, શકિતકેન્દ્ર ઇન્ચાજોની બેઠક રાજકોટ જીલ્લા અઘ્યક્ષ ડી.કે.સખીયાના અઘ્યક્ષસ્થાને આ બેઠકમાં પ્રદેશ ઉપાઘ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ, રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, મહામંત્રી ભાનુભાઇ મેતા, પોરબંદર સીટના વિસ્તારક દીલીપભાઇ ગાંધીએ ઉ૫સ્થિત કાર્યકર્તાઓને આવનારી ૨૦૧૯ લોકસભા ચુંટણી અંતર્ગત માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આ બેઠકમાં ભાર્ગવભાઇ ભટ્ટએ વિસ્તારોને સરકારના વિકાસ કાર્યોની માહીતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અનેકવિધ લોકકલ્યાણી યોજના થકી અને ખેડુત હિતલક્ષી પગલાઓને કારણે દેશમાં કૃષિક્રાંતિના આગેકદમ થયા છે. નાના ખેડુતોને દર વષે ૬ હજાર રૂપિયા ડાયરેકટર તેમના ખાતામાં જમા થે જેનાથી ૧રકરોડ નાના ખેડુતોને ખુબ મોટા લાભ મળશે. ખેડુતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવા માટે મોદી સરકારે રર મહત્વપૂર્ણ પાકની ન્યુનતમ સમર્થન મૂલ્ય ૧.૫ ગણી વધારવાનો નિર્ણયથી ખેડુતોને ખુબ જ મોટો ફાયદો થશે.
આ બેઠકમાં જીલ્લા અઘ્યક્ષ ડી.કે.સખીયાએ વિસ્તારકોને આગામી કાર્યક્રમોની માહીતી આપતા કહ્યું હતું કે ગરીબી હટાવવા રાજય સરકારના મહાયજ્ઞ સમાન ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ કલ્યાણ મેળાઓ થકી હજારો લાભાર્થીઓને ખેતીની સહાય સાધન સામગ્રીનું વિતરણ કરી સરકાર ખરા અર્થમાં ખેડુતોના હામી બન્યા છે. ત્યારે વિસ્તારકોની ફરજ છે કે સરકારની યોજનાઓ ખેડુતોને જાણકારી આપવા તમામ તાલુકા-મંડલોમાં બેઠકો યોજીને લાભાર્થીઓને લાભ આપવા પુરતી માહીતી આપવા વિસ્તારોએ આજથી જ ગામડાઓ ખુંદી જીલ્લાની તમામ લોકસભાની સીટ જીતીએ તેવી હાંકલ કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ કરતા ઉ૫સ્થિત શકિતકેન્દ્રના તેમજ બુથ ઇન્ચાર્જના કાર્યકરોની આગામી ૨૦૧૯ લોકસભાની ચુંટણી લક્ષી માર્ગદર્શન તેમજ તાલુકા-મંડલના બુથની વિગતવાર માહીતી અને ઘટતી પૂર્તતા અંગેને વ્યવસ્થા કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજય સરકારએ કિશાન- કામદાર- મહિલા વર્ગ- મઘ્યમવર્ગનો વિકાસ ભાજપએ કર્યા છે. તેને છેવાડાના માનવી સુધી તેના લાભો પહોચાડવાનું કામ આપતા સૌનું છે. રાજકોટ જીલ્લાના ૧૫૦૦ બુથ ઇન્ચાજો, ૨૬૦ શકિતકેન્દ્ર ઇન્ચાજો, તમામ ગામડાઓ ખુંદીને સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી પહોચાડીએ.
પોરબંદર સીટના વિસ્તારક દીલીપકભાઇ ગાંધી વિસ્તારકોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસ કાર્યોની માહીતી આપી હતી અને કહ્યું હતું કે રાજકોટ શહેર અને જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એઇમ્સની મોટી ભેટ આપી છે.