શ્રદ્ધેય અટલ બિહારી બાજપાઈના ૯૫માં જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવી તે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષ સ્થાને અટલજીને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સહીતના મોટી સંખ્યામાં જીલ્લાના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ અને પડધરીના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી હતી.આ તકે જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ. કે. સખીયાએ પુષ્પાંજલિ અર્પતા કહ્યું હતું કે, અટલજી નાનપણથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હતા. તેઓ રાજકીય વિચારધારા નહિ રાષ્ટ્રવાદની વિચારધારામાં માનતા હતા.
આ તકે ભાનુભાઈ મેતાએ અટલજીના પુષ્પાંજલિ અર્પી જણાવ્યું હતું કે, અટલજીના જન્મદિન સુશાસન દિવસ ઉજવીને તેમના શાસનકાળ દરમ્યાન કરેલા વિકાસકાર્યોને આજે પણ લોકો ખુબ યાદ કરે છે. તેમના જન્મ દિવસે આપણા ગુજરાતના વિકાસશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને પાકને થયેલ નુકશાન સહાય પેકેજનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલ છે. રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી, સિંચાઈનું પાણી અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સુચારુ આયોજન કરેલ છે. રાજ્યના ખેડૂતો અને ખેતી સમૃદ્ધ થાય તે માટે ભાજપાની સરકાર સંકલ્પબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તથા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયાએ અટલજીના શ્રદ્ધા સુમન અર્પણ કરીને જણાવ્યું હતું કે, તેઓ ભારત દેશની સાથો સાથ કાર્યકર્તાના ઘડવૈયા હતા. ભારતીય જનતા પાર્ટીની બે સીટમાંથી ભાજપા આજે દેશમાં નેતૃત્વ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારત આજે એક નવી જ વિકાસ દેશની ઓળખ ઉભી થઇ છે. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, રાજકોટ, લોધિકા, પડધરી તેમજ કોટડા સાંગાણીના પ્રમુખ તેમજ મહામંત્રીઓ, તેમજ ચારેય તાલુકાના આગેવાન કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.