રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા સંયુક્ત જણાવે છે કે, આપણા પક્ષના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા કાશ્મીર સત્યાગ્રહની લડતમાં તા.૨૩ જુનના રોજ દેશની એકતા અને અખંડિતતા હેતુ પ્રયાસમાં બલિદાન આપ્યું હતું. તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ બલિદાન દિવસ મનાવીએ છીએ. સ્વ. ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ દ્વારા તા.૨૫ જુન,૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. દુનિયામાં સૌથી મોટી લોકશાહીની તાકાત ધરાવતા આપણા દેશમાં આ કટોકટી દ્વારા લોકશાહીને ગળે ટુંપો દેવાનો પ્રયાસ કર્યો હતો, જેને કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેના ભાગરૂપે બોટાદના પ્રભારીશ્રી અમોહભાઈ શાહની ઉપસ્થિતિમાં તેમજ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને વર્તમાનમાં કાર્યકર્તાઓને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અંગે અને વર્ષ ૧૯૭૫માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીની માહિતીથી અવગત થાય તે હેતુથી રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા તા.૨૪.૬.૧૯ને સોમવાર, બપોરે ૩.૩૦ કલાકે, શ્રીજી પ્રસાદમ હોલ, સ્વામિનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ, ધારાસભ્ય, બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર, જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો, જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, સંગઠન પર્વના ઝોન, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો, જે સ્થાને કાર્યક્રમ છે તેના બુથના પ્રમુખ-મંત્રી, જે સ્થાને કાર્યક્રમ છે તે મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય, જીલ્લાના સક્રિય સભ્ય, અન્ય શુભેચ્છકને સમયસર ઉપસ્થિત રહેવા મહામંત્રી ભાનુભાઈ મેતાએ અનુરોધ કરેલ છે.