આંતરરાષ્ટ્રીય યોગદિવસ,ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ અને જન્મદિવસ, કટોકટીનો કાળો દિવસ વૃક્ષારોપણના કાર્યક્રમો, પ્રાથમિક સદસ્યતા અભિયાન, મન કી બાત ટીફીન કે સાથ કાર્યક્રમો આયોજન
રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના નિર્દેશાનુસાર અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાની આગેવાની હેઠળ રાજકોટ જીલ્લામાં તા.21 થી 31 જુન સુધી વિકાસયાત્રાને જન-જન સુધી પહોચાડવા તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા તમામ મંડલો ઉપર 75 સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ તા.23 જુન અને જન્મ દિવસ તા.06 જુલાઈના રોજ બુથ સ્તર પર પુષ્પાંજલિકાર્યક્રમ યોજાશે.
તા.25 જુનના રોજ કટોકટીનો કાળો દિવસ મનાવવામાં આવશે. મંડલમાં રહેતા તમામ મીસાવાસીઓનું સન્માન કરવામાં આવશે.તા.23 જુનથી તા.06 જુલાઈ સુધી મંડલના બુથ સ્તર પર ગામમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે.
તા.16 જુનથી 30 જુન સુધી જીલ્લાથી માંડી બુથ સુધીના કાર્યકર્તાઓ ઘર-ઘર સંપર્ક કરીને સભ્ય નોંધણી ઝુંબેશ રાખવામાં આવેલ છે અને મુખ્ય સંગઠન, તમામ મોરચા, તમામ સેલ આ અભિયાનમાં જોડાઈને બુથ સ્તર સુધી નવા મતદાતાઓને તેમજ નવા સભ્યોને પ્રાથમિક સભ્ય બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ પૂરો થયા બાદ શક્તિકેન્દ્ર બુથમાં ટીફીન બેઠક યોજવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા ભાજપના હોદેદારઓ, ઉપલેટા શહેર/તાલુકા, ભાયાવદર શહેર, ધોરાજી શહેર/તાલુકા, જામકંડોરણા, જેતપુર શહેર/તાલુકા, ગોંડલ શહેર/તાલુકા, કોટડાસાંગાણી, લોધિકા તાલુકા, રાજકોટ તાલુકા, પડધરી તાલુકા, જસદણ શહેર/તાલુકા, વિછીયા તાલુકાના સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, સંગઠનના પદાધિકારીઓ, ચુટાયેલા લોકપ્રતિનિધિઓ, મોરચાના સંગઠન, સેલના ક્ધવીનર, સહ-ક્ધવીનરઓ, સહકારી ક્ષેત્રના આગેવાનઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જઓ તેમજ બુથ સુધીના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળે જણાવ્યું હતું.