વેક્સિનેશન અંગે જાગૃતિ લાવવા ઘેર-ઘેર સ્ટીકરો લગાવાશે
અબતક – રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તમામ તાલુકા ઉપર “હર ઘર દસ્તક” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુખ્ય ઇન્ચાર્જોની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રદેશ કારોબારી સભ્ય વી.ડી.પટેલ, જીલ્લા ઉપપ્રમુખ તળશીભાઈ તાલપરા, નરોતમભાઈ પરમાર, ખોડાભાઈ ખસીયા, જીલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા, પ્રાગજીભાઈ કાકડિયા, રમાબેન મકવાણા, બિંદીયાબેન મકવાણા, આગેવાન વિનુભાઈ ઠુંમર, રાજશીભાઈ હુંબલ, નાથાભાઈ વાસાણી, જીલ્લા મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમના ઇન્ચાર્જ મનસુખભાઈ રામાણી અને સહ-ઇન્ચાર્જ ડો.દીપકભાઈ પીપળીયાએ માહિતી આપતા કહ્યું હતું કે, કોરોના મહામારીથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ‘હર ઘર દસ્તક અભિયાન’ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના લોકોને કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન લેવા માટે જાગૃત થાય અને સમગ્ર રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓ સો ટકા વેકિસનેશન પૂર્ણ થાય તે માટે તારીખ 10 ડિસેમ્બરથી હર ઘર દસ્તક અભિયાન તમામ તાલુકાઓમાં શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં ભાજપના પ્રત્યેક કાર્યકર ઘરે ઘરે ફરીને વેક્સિનેશન અંગેની માહિતી આપીને જે ઘરમાં સંપૂર્ણ વેક્સિનેશન થયેલ હશે એ ઘરમાં ‘કોરોના મુક્ત ઘર’ સ્ટીકર લગાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં દરેક વિધાનસભા સીટ અંતર્ગત આવતા વિસ્તારના તમામ જૂથોમાં કરવાનો અભિયાન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બુથ સમિતિમાં તમામ સભ્યો, પેજ સમિતિના સભ્યો, સંગઠનના તેમજ ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓ, ગત ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, પૂર્વ સાંસદ તેમજ ધારાસભ્ય, સહકારી ક્ષેત્રના આગેવાનો સહીતના બુથ સુધીના તમામ કાર્યકર્તાઓને આ ‘હર ઘર દસ્તક અભિયાન’માં જોડાઈને દરેક બુથમાં આવતા તમામ ઘર-ઘરની મુલાકાત કરશે અને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોચીને વેક્સીનેશન અંગેની માહિતી આપશે. સમગ્ર બેઠકની વ્યવસ્થા કાર્યાલય મંત્રી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડાએ સંભાળી હતી.