ગરીબ, કિશાન, યુવા, મહિલા, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ પછાત વર્ગના કલ્યાણ માટે હંમેશા કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના તા.૧૭ સપ્ટેમ્બરના જન્મદિવસને સેવા દિવસ તરીકે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા ઉજવવામાં આવશે તેમ રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયા, જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા દ્વારા જણાવાયું છે.
રાજકોટ જીલ્લા અને તાલુકા મંડલના પ્રથમ ચરણમાં ૭૧ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં સોમવારના રોજ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે તમામ દિવ્યાંગ મહિલાઓને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. તેમજ સિવિલ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલના જરીયાતમંદ દદીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે. તેમજ સેવા સપ્તાહના ભાગપે ઉપલેટા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ જેમાં વધુમાં વધુ ઝુંપડપટ્ટી, ગરીબ, દલિત વિસ્તારોમાં સ્વાસ્થ્ય શિબિર જેમાં રસીકરણ, ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકોને સ્વાસ્થ્યની ચકાસણી કરીને તેઓના સારા સ્વાસ્થ્ય સુવિધા હેતુ ‘આયુષ્યમાન ભારત યોજના’ અંગેની વ્યાપક માહિતી જનતાને પુરી પાડવામાં આવશે.
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ઝુંપડપટ્ટી વિસ્તાર, ગરીબ-દલિત વિસ્તાર, પછાત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોટાપાયે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો યોજીને સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જીલ્લામાં રહેતા પ્રદેશ હોદેદારો, જીલ્લામાં રહેતા જીલ્લા હોદેદારો, જીલ્લામાં રહેતા જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા કારોબારી સભ્યો, તાલુકાના પ્રભારી, તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિપક્ષ નેતા તેમજ ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ સહિતના તમામ તાલુકા/શહેરના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.