રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની યાદી મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલની વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશમાં આવી પડેલી પરિસ્થિતીનો સામનો કરવા રૂપિયા ૨૦ લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજી દેશના મધ્યમવર્ગ, મજુરો, ખેડૂતો, નાના-મોટા લઘુ ઉદ્યોગકારો સહીત દેશના તમામ વર્ગની ઉન્નતીરૂપ સાબિત થશે.
વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો નવો વિચાર-સંકલ્પ રાષ્ટ્રપ્રેમી દેશવાસી સમક્ષ મુકીને દેશમાં મોટીવેશન, એક્શનનું ભારતની પ્રજામાં નવો સંચાર ઉભો કરશે. પાંચ બાબતને પ્રાધ્યાન્ય આપવા સહયોગ અને સંકલ્પ લેવા અપીલ કરેલ છે. જેમાં ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીસ્ટમ, ડેમોગ્રાફી, ડિમાન્ડ ઉપર ખાસ ભાર મુકીને ભારતને મજબૂતી સાથે આધુનિક બનાવીને દરેક ક્ષેત્રનો હરણફાળ વિકાસ થાય તેવું ઐતિહાસિક ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને દેશવાસીઓનો આત્મવિશ્વાસ વધાર્યો છે.
આ તકે સખીયા, મેતા, ઢોલ, બોઘરાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ આપેલ લોકડાઉન -૪ની ગાઈડલાઈન મુજબ તમામ નિયમોનું પાલન કરી કોરોના સાથે જીવન જીવતા શીખીએ. તેવો વિચાર-સંકલ્પ-સંદેશને આપણે સહુ તેનું પાલન કરીને દેશ ઉપર આવી પડેલ કોરોનાની મહામારીને નાબુદ કરવા આપણે સહુ સહિયારો પ્રયાસ કરવા સંકલ્પ લઈએ.