કોંગ્રેસના સીનીયર કોંગ્રેસી નેતા અને ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી તેમના હજારો સમર્થકો સાથે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાતા રાજકોટ જીલ્લા ભાજપા અઘ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરાએ તેમને આવકારતા જણાવ્યું હતું કે કુંવરજીભાઇ બાવળીયા અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે.
તેઓ કોળી સમાજ ઉપરાંત તમામ સમાજની સાથે ખુબ જ નિકટતાનો સંબંધો ધરાવતા હોય ભાજપામાં જોડાતા ભારતીય જનતા પાર્ટી વધુ મજબુત બનશે. આવનારી લોકસભાની ચુંટણીમાં સૌરાષ્ટ-કચ્છમાં ભાજપાની પકડ વધુ મજબુત બનશે અને ભાજપાની શકિતમાં ઉમેરો થતાચ સૌ સાથે મળીને છેવાડાના માનવીના વિકાસ માટે કાર્ય વધુ વેગવંતુ બનશે.
ભાજપના તમામ હોદાઓ એક જવાબદારી અને પજાની સેવા કરવાની તક છે. વધુમાં કુંવરજીભાઇ બાવળીયા જાતીવાદી જ્ઞાતિવાદી રાજનીતીથી ખુબ જ નારાજ હતા અને કોંગ્રેસમાં વધી રહેલા કકળાટ અને પ્રજાલક્ષી કોઇ એજન્ડા જ કોંગ્રેસ પાસેન હોય એટલે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હાથ મજુબત કરીને ગુજરાત અને ભારતના વિકાસમાં તેમને ટેકો જાહેર કરીને કેશરિયો ધારણ કરી ભાજપામાં જોડાતા જીલ્લા ભાજપના તમામ હોદેદારોએ હર્ષની લાગણી સાથે તેમને અંત:કરણ પૂર્વક આવકારે છે.