વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વચગાળાના બજેટમાં ખેડૂતોના હિતલક્ષી બજેટને રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ આવકાર્યું હતું. આ વખતના બજેટમાં નાના ખેડૂતોનું હિતમાં ધ્યાન રાખીને ખેડૂતલક્ષી બજેટથી ૩૫ લાખ નાના ખેડૂતોને ખુબ જ મોટો ફાયદો થશે. આ યોજનાને કૃષિ એક્સપર્ટ સ્વામિનાથન ઐયરે સરકારના બજેટથી ખુશ થઈને કહ્યું કે, સરકારએ ખુબજ સારી પહેલ છે. મોદીજીએ ખેડૂતોને ભવ્ય ભેટ આપી છે. જેનાથી ખેડૂત વિકાસ સન્માન યોજના મળશે. તેમજ નાના અને મધ્યમવર્ગના ખેડૂતોને સન્માન ભંડોળ ફાળવવામાં આવશે. જેનાથી લગભગ ૧૨ કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે.
મોદી સરકારે ૨૨ મહત્વપૂર્ણ પાકની ન્યુનતમ સમર્થન મુલ્ય ૧.૫ ગણી વધારવાનો નિર્ણય લીધેલ છે. તે આવકાર્ય છે. આ વર્ષ બજેટમાં ગરીબ, શ્રમિક, કામદાર, વેપારી, મહિલા, ખેડૂત, યુવા, શિક્ષણ વગેરેને ધ્યાનમાં રાખીને બનાવેલ બજેટ ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ મૂર્તિમંત બની રહેશે.