મહામંત્રી પદે ત્રણેય નવા ચહેરા: જસદણના મનસુખ રામાણી, નાગદાનભાઇ ચાવડા, ગોંડલના મનિષ ચાંગેલાની નિમણૂક
ઉપપ્રમુખ તરીકે ખોડાભાઇ ખસીયા, તુલસીભાઇ તલપરા, ગોવિંદભાઇ રાણપરીયા, મોહનભાઇ દાફડા, નીતિનભાઇ ઢાંકેચા, ઇન્દ્રવિજયભાઇ ચુડાસમા, રીનાબેન ભોજાણી, મંજુલાબેન માકડીયાની વરણી
રાજકોટ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર થવા પામી છે. રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ૩ મહામંત્રી અને મંત્રીના નામો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ જાહેર કર્યા છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશના મોવડી મંડળે ભાજપના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર કરી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે ખોડાભાઈ ખસીયા (જસદણ), તુલસીભાઈ તલપરા (પડધરી), ગોવિંદભાઈ રાણપરીયા (જામકંડોરણા), મોહનભાઈ દાફડા (લોધીકા), નિતીનભાઈ ઢાકેચા (રાજકોટ તાલૂકો), ઈન્દ્રવિજયભાઈ ચુડાસમા (ભાયાવદર), રીનાબેન ભોજાણી (ગોંડલ), મંજુલાબેન માકડીયા (ઉપલેટા)ની વરણી, મહામંત્રી તરીકે જસદણના મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, ગોંડલના મનિષભાઈ ચાંગેલાની નિયુકિત કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા ગોંડલ શહેર, પ્રાગજીભાઈ કાકડીયા લોધીકા, હરસુખભાઈ કોપીયા ધોરાજી, બિંદીયાબેન મકવાણા જેતપૂર, કાજલબેન કાથોટીયા ગોંડલ, ભાનુબેન વી. ઠુંમર જસદણ, રસીલાબેન સોજીત્રા રાજકોટ તાલુકો તથા કોષાધ્યક્ષ તરીકે કિશોરભાઈ શાહ જેતપૂર, હિરેનભાઈ જોષી રાજકોટની નિમણુંક થવા પામી છે.
રાજકોટ જિલ્લામાં ભાજપની નવી ટીમ જાહેરત થતા જ ઠેર-ઠેરથી શુભકામનાઓ મળવા પામી છે. જસદણના મનસુખ રામાણી, નાગદાનભાઇ ચાવડા, ગોંડલના મનીષ ચાંગેલાની મહામંત્રી તરીકે નિમણુંક થઇ છે. રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીના નામો જાહેર થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મનસુખભાઇ ખાચરીયાને જાહેર કરવામાં આવતા જિલ્લાભરના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લા ભાજપમાંથી ડો. ભરત બોઘરા આઉટ થયા છે. નવા સંગઠનની રચનામાં ડો. બોઘરાનો સમાવેશ ન થતા છાનેખુણે અનેક અટકળો થવા પામી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા પ્રદેશના મવડી મંડળે ભાજપના આગેવાનો સાથે વિચારવિમર્શ થયા બાદ નવી ટીમની જાહેરાત કરી હતી.