રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરી પુષ્પાંજલિ અર્પણ.
રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયા તથા ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓને ફ્રુટ વિતરણ કરી ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને ભાવાંજલિ અર્પી હતી.
આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું જીવન કવન જણાવતા કહ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતા માટે પોતાની જાનનું બલિદાન આપનાર આઝાદ ભારતના પ્રથમ વ્યક્તિ હતા. ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું ૧૯૫૩માં શ્રીનગરમાંથી તેમનું સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયેલ હતું. આ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા બલિદાન દિવસ તરીકે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પુષ્પાંજલિ અર્પણના કાર્યક્રમ કરવામાં આવે છે.
આ તકે ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખ વિનુભાઈ પરમાર, રાજકોટ તાલુકા પ્રમુખ વલ્લભભાઈ સેખલિયા, જીલ્લા કિશાન મોરચા પ્રમુખ વિજયભાઈ કોરાટ, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ, ભરતભાઈ રબારી, ગીરીશભાઈ પરમાર, જગદીશભાઈ બોરીચા, નવીનપરી ગૌસ્વામી, રોહિતભાઈ ચાવડા, નીતિનભાઈ સગપરીયા. જીતુભાઈ ચૌહાણ, હિરેનભાઈ જોશી, અમૃતલાલ દેવમુરારી, જયેશભાઈ પંડ્યા, દશરથસિંહ જાડેજા, બીપીનભાઈ રેલીયા, જેન્તીલાલ ત્રિવેદી, અલ્પેશભાઈ અગ્રાવત, દિનેશભાઈ વીરડા, રજનીભાઈ સખીયા, વિવેકભાઈ સાતા સહીતના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા