રાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુકત યાદીમાં જણાવે છે કે આગામી તા.૬ એપ્રિલ, શુક્રવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે સર્કિટ હાઉસ ખાતે પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા અને તાલુકાના પ્રજાના પ્રશ્ર્નો અંગેની વિસ્તૃત ચર્ચા-વિચારણા અને શકય એટલા પ્રયત્નોએ સ્થળ ઉપર નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
આ બેઠકમાં કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકારી, તમામ પ્રાંત અધિકારી તેમજ અપેક્ષિત જીલ્લા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગના અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ નિરીક્ષક, બી.આર.સી.સી.આર.સી. ટી.પી. ઉપસ્થિત રહી પ્રજાના પ્રાણપ્રશ્ર્નોની યોગ્ય ચર્ચા-વિચારણા કરીને પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવશે. આ બેઠકમાં રાજકોટ જીલ્લામાં રહેતા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદેદારો, જીલ્લા સંકલન સમિતિના સભ્ય, જીલ્લા હોદેદાર, સંસદ સભ્ય અને ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), મોરચાઓના જીલ્લા પ્રમુખ, શહેર/ તાલુકાના ભાજપાના પ્રમુખ-મહામંત્રી, બોર્ડ નિગમના ચેરમેન, વાઈસ ચેરમેન ડીરેકટર, જીલ્લા સ્તરની સહકારી ક્ષેત્રની સંસ્થાના ચેરમેન વાઈસ ચેરમેન, જીલ્લા પંચાયતના પક્ષના ચુંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના આ બેઠકમાં ઉપરોકત જવાબદારી સંભાળતા અને અપેક્ષિત કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત આ બેઠકમાં આગામી તા.૬ એપ્રિલ ૩૯માં સ્થાપના દિવસના કાર્યક્રમો અંગેની વિસ્તૃત ચર્ચા રહેશે. આ સ્થાપના દિવસ વિચાર, કાર્યકર્તા અને ભાજપાની વિકાસયાત્રા માટેનો ઐતિહાસિક દિવસને તાલુકા મંડલ બુથ લેવલ સુધીના કાર્યક્રમોના વણજારની ચર્ચા કરી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. ઉપરોકત બેઠકમાં અપેક્ષિત હોદેદારોને ખાસ ઉપસ્થિત રહેવા સખીયા-મેતાએ અનુરોધ કરેલ છે.