ગુજરાત કૃષિ વિકાસમાં દેશના ગ્રોથ એન્જીન તરીકે ઉભરી આવ્યું છે : વિજયભાઈ કોરાટ
રાજકોટ જીલ્લા ભાજપા કિશાન મોરચાની બેઠક રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના અધ્યક્ષશ્રી વિજયભાઈ કોરાટના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ કિશાન મોરચાના અધ્યક્ષશ્રી બાબુભાઈ જેબલિયા, કિશન મોરચાના પ્રદેશ સહ-પ્રભારીશ્રી દીપકભાઈ ઠાકુર, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રીશ્રી રમેશભાઈ મૂંગરા, પ્રદેશ કિશાન મોરચાના મંત્રીશ્રી રાજભા ઝાલા, પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સભ્યશ્રી વલ્લભભાઈ સેખલિયા, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા સહીતના રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના કિશાન મોરચાના પ્રમુખ-મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
કિશાન મોરચાની બેઠકની શરૂઆતમાં કિશાન મોરચા પ્રમુખશ્રી વિજયભાઈ કોરાટએ રાષ્ટ્રનાયક માન.પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે વિજયભાઈ કોરાટએ સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી ઉપસ્થિત રહેલ તમામ હોદેદારોનું સ્વાગત કર્તા જણાવ્યું હતું કે, ગુજરાત કૃષિ વિકાસમાં દેશના ગ્રોથ એન્જીન તરીકે ઉભરી આવ્યું છે. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોની પ્રગતી અને કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે. સરકારએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે કૃષિ સિંચાઈ યોજના, કૃષિ શિક્ષણ-સંશોધન ભાશ્મિક જમીનોની સુધારણા, કૃષિ બિયારણ રાહતદર, ૧૮ કલાક વીજળી, પાણી જેવા કલ્યાણકારી યોજનાઓ પર રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણયો લીધા છે.
આ તકે રમેશભાઈ મુંગરાએ કિશાન મોરચામાં તાલુકા-મંડલ વાઈઝ સંગઠનાત્મક ચર્ચાઓ કરી આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ચાર હજાર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથે ૪ હજાર બેઠકો યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી વાતો લોકો સુધી પહોચાડવામાં આવશે. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારિત લક્ષ્યને પાર પાડવા માટે થઇ હકીકત લક્ષી વાત ખેડૂતોની પહોચાડી સરકારની યોજનાઓ તથા ખેતી વિષયક માહિતી લોકો સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં દીપકભાઈ ઠાકુરએ રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના આગેવાનોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના સક્રિય સંગઠન થકી ખેડૂતોને સરકારશ્રીની યોજનાઓની પુરતી માહિતી મળી રહે છે. પરંતુ કોંગ્રેસની નેગેટીવ ભૂમિકાને કારણે ખેડૂત ભ્રમિત થઇ રહ્યો છે. કોંગ્રેસએ તેના ૬૦ વર્ષના શાસનકાળમાં ખેડૂતને પાયમાલ કર્યો છે. ૨૦૧૯ની ચૂંટણી નજીક આવતા કોંગીઓને સત્તાની મધલાળ દેખાતા ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે ભાજપા કિશાન મોરચાના તમામ હોદેદારો તથા કાર્યકર્તાઓએ ગામડે-ગામડે ખેડૂતો સાથે વાર્તાલાપ કરી સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ પહોચાડવી આપણા સૌની જવાબદારી છે.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાજકોટ, જામનગર, દેવભૂમિદ્વારકા, જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર અને મોરબીના જીલ્લા અને શહેરના કિશાન મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ રાજકોટ જીલ્લાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રાએ કર્યું હતું તેમ રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.