સોમવારે ગાંધીનગરમાં પેઈજ પ્રમુખ સંમેલનમાં હજારો કાર્યકર્તા ઉમટશે: તા.૨૦ થી ૨૭ વિધાનસભા સહ ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલનો
રાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ધારાસભ્યો પ્રવિણભાઈ માંકડીયા, ભાનુબેન બાબરીયા, બાવનજીભાઈ મેતલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ૨૦૧૭ની ચૂંટણીની રણનીતિ તા.૧૬ના રોજ પેઈજ પ્રમુખ સંમેલન તેમજ “ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલનનો આગોતરી તૈયારીના ભાગ‚પે રાજકોટ જિલ્લા તાલુકાના અપેક્ષિત હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકનું સંચાલન અને સ્વાગત તેમજ આગામી કાર્યકરોની ‚પરેખાની માહિતી મહામંત્રી ભાનુભાઈ મેતાએ આપતા જણાવ્યું હતું કે, તા.૧૬મીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ૭ લાખ પેઈજ પ્રમુખોનું તા.૧૬મીએ પેઈજ પ્રમુખોને મહાસંમેલન યોજાનાર છે.
આ મહાસંમેલનમાં રાજકોટ જિલ્લામાંથી ૧૦,૦૦૦ પેઈજ પ્રમુખો સંમેલનમાં હાજરી આપશે.ઉપરાંત તા.૨૦ થી ૨૭ વિધાનસભા વાઈઝ “ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલન યોજાશે.
ભાજપાએ “સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે ગુજરાતએ એક નવી ઓળખ સાથે પ્રગતિને ઉંચી ઉડાન આપી છે. ત્યારે આવનારી ૨૦૧૭ની ચૂંટણીમાં પેઈજ પ્રમુખ સંમેલન, ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.આ બેઠકમાં જિલ્લા હોદ્દેદારો, ધારાસભ્યો મંડલના પ્રમુખ-મહામંત્રીઓ તથા જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકને સફળ બનાવવા અલ્પેશભાઈ અગ્રાવત, અરુણભાઈ નિર્મળ, હિરેનભાઈ જોશી, જયેશભાઈ પંડયા, દીપકભાઈ ભટ્ટ, બીપીનભાઈ રેલીયા, રવિ જોશી, ધવલ દોશી, ધવલ દાફડા, પાર્થ કાચા, પંકજ ખીમસુરીયા તથા કિશોર ચાવડાએ જહેમત ઉઠાવી હતી.