આગામી સમયમાં જિલ્લાની તમામ વિધાનસભામાં યુવા રણ ટંકાર સંમેલનો યોજાશે: ડી.કે.સખીયા
રાજકોટ જીલ્લા યુવા ભાજપ દ્વારા જીલ્લા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયાની આગેવાનીમાં યુવા ભાજપ કારોબારી યોજાઈ. આ કારોબારીમાં આગામી કાર્યક્રમો નર્મદા યોજનાની વિસ્તૃત માહિતી અને પ્રશિક્ષણ વર્ગ વગેરે વિવિધ બાબતો આવરી લેવામાં આવી. કારોબારીમાં જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટએ નર્મદા યોજનાનું મહત્વ અને માહિતી અને સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રદેશ પ્રશિક્ષણ સેલના ક્ધવીનર ચંદ્રદીપસિંહ ચુડાસમા દ્વારા પ્રશિક્ષણ અંગેની માહિતી તેમજ જીલ્લા ભાજપ યુવા મોરચા સહ-પ્રભારી હિતેશભાઈ ચનીયારા દ્વારા માહિતી અને પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નેહલભાઈ શુકલ દ્વારા માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના બીજા સત્રમાં આર.એસ.એસ.ના પ્રાંતના પ્રચારક કેતનભાઈ દ્વારા વિચાર પરિવાર અને વિકાસ અંગે માર્ગદર્શન અને ગોષ્ઠી કરેલ. જીલ્લા યુવા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આગામી કાર્યક્રમો અંગે માહિતી આપેલ તથા સમગ્ર કારોબારીનું સંચાલન કર્યું હતું.
કારોબારીમાં જીલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયા, નેહલ શુકલ, ચંદ્રદીપસિંહ ચુડાસમા, હિતેશભાઈ ચનીયારા, પ્રશાંતભાઈ કોરાટ, નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઈ ચાવડા, અશ્ર્વિનભાઈ સોજીત્રા, સતીશભાઈ શીંગાળા, હિતેશભાઈ મેતા, યોગેશભાઈ કયાડા, પરેશભાઈ વાગડીયા, કમલેશભાઈ વ‚, સંજયભાઈ કાકડિયા, મહેશભાઈ પટેલ, સરજુભાઈ માંકડિયા, હિરેનભાઈ શાહ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.