કાર્યકરોને શાનદાર વિજય માટે અભિનંદન અપાયા: પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કારોબારી યોજાઈ
રાજકોટ ખાતે આજે ભાજપ જિલ્લા કારોબારીની બેઠકમાં પદાધિકારીઓ અને કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં જનતાના જન સમર્થન અને કાર્યકરોની મહેનતની ભરપેટ સરાહના કરવામાં આવી હતી સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 પ્લસના સપનાને પૂરા કરવા માટે કાર્યકરોને હવે ફરીથી જુસ્સા જોબ સાથે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.
આ કારોબારી બેઠક અંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પ્રદેશમાંથી આવેલી ગાઈડલાઈન અને સુચના માર્ગદર્શન મુજબ કામ કરવાનું આયોજન અને પદાધિકારીઓ સાથે ભાજપના ગ્રાઉન્ડ અર્થ છે વાળાના કાર્યકરો સાથે સંકલન સાધવાનું દિશા નિર્દેશ આપવામાં આવશે સાથે સાથે ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિની જે ફરિયાદો મળી છે તેના ઉપર મનોમંથનની સાથે સાથે પક્ષ સાથે ગદ્દારી કરનાર અને પક્ષના ઉમેદવારો અને પક્ષની વિચારધારાને નુકસાન કરવાની પ્રવૃત્તિ કરનાર એક એક વ્યક્તિને ઓળખીને તેની સામે આખરી કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવશે અને તેની ચર્ચા થશે
જિલ્લા ભાજપ કારોબારી બેઠકમાં હેમુ ગઢવી હોલ નો સભાખંડ માં જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો એ ખાસ ઉપસ્થિત રહીને મનોમંથન બેઠકમાં ભાગ લીધો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા અને આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા ની અધ્યક્ષતામાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે મળેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશ ભાજપની કારોબારીમાં પસાર કરવામાં આવેલા ઠરાવને અનુમોદન આપવા માં આવ્યું હતું સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ કારોબારી બેઠકમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રચના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા રક્ષાબેન બોળીયા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ને નવી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હોય જિલ્લા ભાજપ કારોબારીમાં ભાનુબેન નું સન્માન કરવામાં આવ્યું હતું કારોબારી બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીમાં સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો હવે ચૂંટણીના આડે 400 દિવસ પણ રહ્યા નથી ત્યારે કાર્યકર્તાઓને માર્ગદર્શન અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને પ્રદેશ કારોબારીમાં પસાર કરાયેલા વિવિધ ઠરાવો અને જિલ્લા ભાજપની કારોબારીમાં અનુમોદન અપાયું હતું આગામી દિવસોમાં તાલુકા હવે કારોબારી યુઝ હશે.