તા.૩૦ સપ્ટેમ્બરથી તા.૪ ઓક્ટોબર સુધી બક્ષીપંચ મોરચા દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાન
૨૨ વર્ષની વિકાસ યાત્રાને જનસમર્થન છે. લોકસભાની ચૂંટણીમાં પણ લોકો દ્વારા ભગવા પર મહોર મારશે : જગદીશ બોરીચા
સંવેદનશીલ સરકારની જનહિતલક્ષી નિર્ણાયકતાની અનુભૂતિ જનતાને સુપરે થઇ રહી છે : હિરેન જોશી
બક્ષીપંચ માટે સરકારે કરેલ કાર્યો અને તેમની યોજના સર્વવ્યાપી, સર્વસ્પર્શી બને : ગૌસ્વામી, રાઠોડ
રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી જગદીશભાઈ બોરીચાના અધ્યક્ષતામાં અને જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી નવીનપરી ગૌસ્વામી, કિશોરભાઈ રાઠોડ તથા જીલ્લા ભાજપ આઈ.ટી.અને સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જશ્રી હિરેનભાઈ જોશીની ઉપસ્થિતીમાં યોજવામાં આવેલ હતી. સ્વસ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જીલ્લાભરના તાલુકા ખાતે તા.૨૩ને રવિવારના રોજ સ્વચ્છતાનો કાર્યક્રમ મોરચા દ્વારા યોજવામાં આવેલ હતો.
આ તકે જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી જગદીશભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારની કામગીરીની પારાશીશી ચૂંટણીથી નક્કી થતી હોય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના લોકોએ ભાજપના નેતૃત્વની વિકાસશીલ સરકાર પર મહોર મારી છે. ૨૨ વર્ષથી વિકાસયાત્રાને જનસમર્થન છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને બહોળી સંખ્યામાં જનસમર્થન મળે તે માટે બક્ષીપંચ મોરચાએ કામે લાગી જવા હાંકલ કરી હતી.
બેઠકમાં ઉપસ્થિત બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડએ બક્ષીપંચ મોરચાના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી અને સરકાર દ્વારા બક્ષીપંચ તમામ પરિવાર સુધી પહોચાડવા. તે અંગે તમામ હોદેદારોને વ્યવસ્થા તેમજ તેની એક કમિટી બનાવા કામગીરી સોંપવામાં આવી હતી.
દરમ્યાન બેઠકમાં ઉપસ્થિત આઈ.ટી.સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જશ્રી હિરેનભાઈ જોશીએ જણાવ્યું હતું કે,સંવેદનશીલ સરકારની જનહિતલક્ષી નિર્ણાયકતાની પ્રતિતી ગુજરાતની જનતાને સુપરે થઇ રહી છે. વધુમાં જણાવતા સરકારની યોજના લોકો સુધી સુચારુ રીતે પહોચે તે માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે આગામી દિવસોમાં સરકાર અને સંગઠનની વાત તમામ બક્ષિપંચના લોકો અને કાર્યકર્તા સુધી સહેલાયથી પહોચાડવા અંગે સુંદર અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.
જીલ્લાબક્ષીપંચ મોરચા દ્વારા તા.૩૦ થી ૪ ઓક્ટોબર સુધી સદસ્યતા વૃધ્ધિ અભિયાન થકી તાલુકાના તમામ બુથોમાં બક્ષીપંચના પાંચ લોકોને ભાજપના સભ્યો બનાવાશે. જેના ઇન્ચાર્જ તરીકે બક્ષીપંચના ઉપપ્રમુખશ્રી લક્ષ્મણભાઈ સિંધવને જવાબદારી સોંપવામાં આવેલ છે.
બેઠકની આભારવિધિ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી નવીનપરી ગૌસ્વામીએ કરેલ હતી અને વ્યવસ્થા રાજનભાઈ ભાલારા, રવિ જોશી, કિશોર રાજપૂતએ કરી હતી.
આ બેઠકમાં જીલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કોષાધ્યક્ષ, જીલ્લા કારોબારી સભ્યો, તાલુકા/શહેરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.