અધ્યક્ષ રસીલાબેન સોજીત્રાની ઉપસ્થિતિમાં કારોબારી મીટીંગ મળી
રાજકોટ જીલ્લા મહિલા મોરચાની કારોબારી મીટીંગ જીલ્લા મહિલા અ્ધ્યક્ષ રસીલાબહેન સોજીત્રાની અધ્યક્ષતામાં અને રાજકોટ જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મહેતા, ડો.ભરતભાઈ બોઘરા, જયંતીભાઈ ઢોલના માર્ગદર્શન અને રાહબરી તળે મળી હતી. જેમાં જીલાના તાલુકા/ શહેર મંડળના હોદેદારો, પ્રભારીઓ, વિધાનસભાના ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ અને ચુંટાયેલા તાલુકા/શહેરના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કારોબારી મિટીંગ દિપપ્રાગટયથી શ‚ થઈ હતી અને મહિલા મોરચાના પદાધિકારીઓએ આગામી ચુંટણી પ્રચંડ બહુમતીથી જીતવા સૌને કટીબઘ્ધ થવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશ કક્ષાએથી આવેલા ચુંટણીલક્ષી કાર્યક્રમોને લોકો સુધી લોકસભા વિસ્તારમાં પહોંચાડવાનું મંડલ સ્તરથી બુથ લેવલ સુધીનું આયોજન ધડી કાઢવામાં આવ્યું હતું
તેમજ વિસ્તૃત પ્રવાસ અને બુથ યોજના અંતર્ગત અધ્યક્ષ રસીલાબેન સોજીત્રાએ આયોજનબઘ્ધ સૌ મંડળ હોદેદારો અને જીલ્લાના પદાધિકારીઓને માહિતી આપી વિવિધ કાર્યક્રમો દ્વારા રાજકોટ લોકસભાની આગામી ચુંટણી પ્રચંડ બહુમતિથી જીતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાનપદે બિરાજમાન કરવા ચુંટણીકાર્ય શ‚ કરી દેવા હાંકલ કરી હતી. મિટીંગનું સંચાલન મહામંત્રી રમાબેન મકવાણાએ કર્યું હતું.