વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં તા.૬ જુલાઈ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મજયંતિથી ભાજપા દ્વારા સંગઠનપર્વ ૨૦૧૯ સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો જીલ્લા-તાલુકા મથકોએ ભવ્યાતીત ભવ્ય પ્રારંભ કરવામાં આવશે, જેના ભાગરૂપે રાજકોટ જીલ્લાના સંગઠન પર્વ સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા તેમજ જીલ્લા સંગઠન પર્વના ઇન્ચાર્જ દિલીપભાઈ ગાંધી અને સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જ નાગદાનભાઈ ચાવડા, મીનાક્ષીબેન સોજીત્રા તથા તમામ મંડલોના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે.
જેમાં ઉપલેટા શહેરમાં ઇન્ચાર્જ દાનાભાઈ ચંદ્રવડીયા તથા સહ-ઇન્ચાર્જ ચેતનભાઈ કાલરીયા, ફાલ્ગુનીબેન પરમાર, ઉપલેટા તાલુકામાં ઇન્ચાર્જ રમણીકભાઈ ઠુંમર તથા સહ-ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ ભાલોડીયા, નીલમબેન રમેશભાઈ ખાંટ, ભાયાવદર શહેરમાં ઇન્ચાર્જ શૈલેશભાઈ દલસાણીયા તથા સહ-ઇન્ચાર્જ ધવલભાઈ ધમસાણીયા, ઇલાબેન ગીરીશભાઈ રામાણી, ધોરાજી શહેરમાં ઇન્ચાર્જ અરવિંદભાઈ વોરા તથા સહ-ઇન્ચાર્જ વિજયભાઈ બાબરિયા, આશાબેન લિંબડ, ધોરાજી તાલુકામાં ઇન્ચાર્જ અશ્વીભાઈ શેરઠીયા તથા સહ-ઇન્ચાર્જ નટુભાઈ ડાંગર, હંસાબેન જે. ભૂત, જેતપુર શહેરમાં ઇન્ચાર્જ વિપુલભાઈ સંચાણીયા તથા સહ-ઇન્ચાર્જ બાબુભાઈ ખાચરીયા, બિંદીયાબેન મકવાણા, જેતપુર તાલુકામાં ઇન્ચાર્જ નવનીતભાઈ ખુંટ તથા સહ-ઇન્ચાર્જ ભુપતભાઈ સોલંકી, નીતાબેન ગુન્દારીયા, જામકંડોરણા તાલુકામાં ઇન્ચાર્જ ગોતમભાઈ વ્યાસ તથા સહ-ઇન્ચાર્જ આશીષભાઈ કોયાણી, પ્રફુલાબેન દવે, ગોંડલ શહેરમાં ઇન્ચાર્જ સમીરભાઈ કોટડીયા તથા સહ-ઇન્ચાર્જ પૃથ્વીસિંહ જાડેજા, મનીષાબેન સાવલિયા, ગોંડલ તાલુકામાં ઇન્ચાર્જ શૈલેશભાઈ ડોબરિયા તથા સહ-ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાજલબેન કાથરોટીયા, લોધિકા તાલુકામાં ઇન્ચાર્જ મોહનભાઈ ખુંટ તથા સહ-ઇન્ચાર્જ દિગુભા જાડેજા, ગીતાબેન જેન્તીભાઈ વેકરીયા, કોટડા સાંગાણી તાલુકામાં ઇન્ચાર્જ મોરારીદાસ દાણીધારીયા તથા સહ-ઇન્ચાર્જ સંજયભાઈ ગૌસ્વામી, મનીષાબેન સંચાણીયા, રાજકોટ તાલુકામાં ઇન્ચાર્જ ગૌતમભાઈ કાનગડ તથા સહ-ઇન્ચાર્જ નીશીતભાઈ ખુંટ, જીગીશાબેન આંબલીયા, પડધરી તાલુકામાં ઇન્ચાર્જ મનોજભાઈ પેઢડીયા તથા સહ-ઇન્ચાર્જ છગનભાઈ વાંસજાળીયા, કાંતાબેન દુધાગરા, જસદણ શહેરમાં ઇન્ચાર્જ નરેશભાઈ પોલરા (દરેડ) તથા સહ અશોકભાઈ ચાંવ, સોનલબેન વસાણી, જસદણ તાલુકામાં ઈન્ચાર્જ, કિશોરભાઈ બોદર તથા સહ ઈન્ચાર્જ જયંતીભાઈ સરવૈયા, રામકુબેન પ્રભાતભાઈ ડાંગર, વિંછીયા તાલુકામાં ઇન્ચાર્જ અશ્વિનભાઈ સાકળીયા તથા સહ-ઇન્ચાર્જ અજયભાઈ બાવળિયા, દીપિકાબેન દરજીની વરણી કરવામા આવેલ છે.