બેંકના કર્મીનું કારમાં અપહરણ કરી મોબાઈલ અને લૂંટ ચલાવી: 20 લાખ રૂપિયાની કરી હતી માંગણી
જેતપુર તાલુકાના પાંચપીપળા પાસે જિલ્લા બેંકના કર્મચારી વિશાલ સાવલિયા નામના વ્યક્તિનું લૂંટના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગણતરીના જ દિવસોમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા અપહરણ તેમજ લૂંટની ઘટનામાં સામેલ 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના પાંચપીપળા પાસે 35 વર્ષીય વિશાલ સાવલિયા નામના રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરનારા વ્યક્તિનું ગત 29મી તારીખના રોજ સાંજના સમયે અપહરણ કરવામાં આવ્યું હતું. લૂંટના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે વિશાલ સાવલિયા દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 365, 323, 392, 120 (બી), 506 (2) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આરોપીઓએ તેની પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ આરોપીઓ દ્વારા સોનાની ચેઇન, મોબાઇલ ફોન, રોકડ સહિતની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.
આ ઘટનામાં અપહરણ તેમજ લૂંટની ઘટનામાં સામેલ 5 જેટલા આરોપીઓને રાજકોટ ગ્રામ્ય એલસીબીને ખાનગી માહિતી મળતા કે આ શખ્સો જુનાગઢ થી સુરત તરફ જવાના હોઈ જેથી એલસીબીની ટીમ દ્વારા અમરનગર વડીયા તરફ જવાના રસ્તે વોચ રાખી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી સોનાનો ચેઈન, લૂંટમાં ગયેલ ફોન, રોકડ, મોબાઇલ ફોન તેમજ શ20 કાર સહિત કુલ ₹7,24,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કેસમાં સંડોવાયેલા જૂનાગઢનો એક સુરતના ચાર શખ્સા કિશન ભરતભાઇ દુધાત્રા રહે. જુનાગઢ જોષીપરા બાપુનગર સોસાયટી બ્લોક નં. 140, મિત રતીભાઇ ઝાલાવાડીયા રહે(સુરત વરાછા યોગીચોક શિક્ષાપત્રી એવન્યુ એ-304 દીપક રણછોડભાઇ ભડીયાડ્રા રહે. સુરત વરાછા ભરવાડ વસાહત મુળ વેળાવદર તા. વલભીપુર જી.ભાવનગર (4) નીકીત રાકેશભાઇ માલવીયા રહે. સુરત યોગીચોક મેલેડીયમ મોલ 319 મુળ રહે. બગસરા રામદેવપીર મંદીરની પાછળ
ધ્રુવ કિરણભાઇ રાબડીયા રહે. સુરત પાંચ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી તાલુકા પીએસઆઈ અજયસિંહ ગાગંડા સાહેબ તથા પોલીસ સ્ટાફે દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ બનાવનો ભેદ એલ.સી.બી. પી.આઈ. વી.પી.ઓડેદરા, પી.એસ.આઈ.એચ.સી.ગોહિલ, ડી.જી. બડવા,એ.એસ.આઈ. મુકેશભાઈજાની, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.