જય સહકાર
- “રાજકોટ જીલ્લા સહકારી બેંક ખેડુતો ની વ્હારે”
- રૂ.1000 કરોડની માતબર રકમનુ ધિરાણ 0% એ ખેડુતોને અપાશે
સમગ્ર સૌરાષ્ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિસર્જાયેલ હોય,
હરહંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે.
બેંકના ચેરમેન જયેશ રાદડિયાયે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના કાર્યક્ષેત્રે રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને રૂા.1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જીલ્લા બેંકને અંદાજે રૂા.100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જીલ્લા બેંક ઉઠાવશે,
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન માન. જયેશ રાદડિયા, વાઈસ ચેરમેન માન. મગન વડાવીયા, મેનેજીંગ ડિરેકટર માન. શ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે.
રાજકોટ અને મોરબી જીલ્લામાં તાજેતરમા થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકશાન થયેલ છે તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખૂબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ ખડૂતોની હર હમેંશ ચિંતા કરતા રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યઓએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જીલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડૂતોને પાક નુકશાની સામે 0% રૂ.50,000/- સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડૂતોની વહારે આવેલ છે.
ખેડૂતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ રૂ.1000 કરોડ જેટલી થશે જેના ઉપર થનાર રૂ.100 કરોડ જેટલુ વ્યાજ બેંક વહન કરશે. જેથી ખેડૂતોને રૂ.100 કરોડનો ફાયદો થશે. આમ ખેડૂતોની હર હમેંશ ચિંતા કરનાર વિઠલ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશ રાદડિયા તથા તેમની ટીમએ અસરગ્રસ્ત ખેડૂતો માટે તાકીદની 0% વ્યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ સામે ખૂબ જ સહાય રૂપ બનેલ છે.