બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયાએ મુંબઈમાં યોજાયેલી ચેરમેનીમાં એવોર્ડ સ્વીકાર્યો
ચેરમેન જયેશભાઈ રાદડિયા , વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા , મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો – ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે પરફોર્મન્સને ધ્યાને લઈ બેંકો બ્લ્યુ રીબન એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવી છે.
શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો – ઓપરેટીવ બેંકને પાંચ વખત નાબાર્ડ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ , ” નાસ્કોબ ” તફરથી બે વખત એન્યુઅલ પરફોર્મન્સ એવોર્ડ તેમજ જી.એસ.સી. બેંક દ્વારા દશાબ્દી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે . મુંબઈ ખાતે યોજાયેલ બે દિવસના કો – ઓપરેટીવ સમિટનું આયોજન કરેલ તેમાં દેશની નામાંકિત સહકારી બેંકોના પ્રતિનિધિઓ હાજર હતા . આ સુંદર સેમિનારમાં બેંકના કરન્ટ સીનારીયોને લગતી બાબતો તેમજ ડિપોઝીટ , ધિરાણો , વસુલાત , એન.પી.એ. , ઈન્ફોરર્મેશન ટેકનોલોજી , ડિઝીટલાઈઝેશન અને સાઈબરક્રાઈમ અટકાવવા અંગે વિશેષ માર્ગદર્શન મળેલ હતું આવા એવોર્ડ સેરેમનીમાં બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા , વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા , મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા , બેંકનું બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના સી.ઈ.ઓ. વી.એમ. સખીયાએ બેંકવતી એવોર્ડ સ્વીકારેલ હતો . આમ આ બેંકને વધુ એક ” બેંકો બ્લ્યુ રીબન એવોર્ડ ” મળતા બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ તમામ સ્ટાફમાં આનંદ અને ઉત્સાહ જોવા મળેલ છે .
શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો – ઓપ . બેંકની 199 શાખાઓ મારફત થાપણદારોનો વિશ્વાસ કેળવી રૂ.7,900 કરોડની થાપણો એકત્ર કરી રૂ.5,000 કરોડનું ધિરાણ કરેલ છે અને ખેડૂતોને રૂ.3,166 કરોડ જેવુ કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે, મંડળી મારફત ખેડૂતોને લોન આપવામાં આવેલ છે . બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ.10.00 લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. બેંક વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ ઓડિટ વર્ગ ” અ ’ ’ ધરાવે છે અને બેંકની વસુલાત 99 % જેટલી છે , ગયિં ગઙઅ ’ઘ’% છે . ગુજરાતમાં જ નહિ દેશભરમાં પ્રથમ વખત 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જીલ્લા બેંકની હેડ ઓફીસમાં આપવામાં આવે છે તેમજ સાંજના 3-00 થી રાત્રીના 10-00 વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આ બેંક મારફત આપવામાં આવે છે .