અબતક, રાજકોટ
પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા આલાપ એવન્યુમાં રહેતા મિલનભાઇ પટેલના બંધ મકાનને દશેર દિવસ પહેલા તસ્કરે નિશાન બનાવી રૂ. 4.67 લાખનો મુદામાલની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. ચોરાઉ દાગીના સહીતનો મુદામાલ વેચવાની તસ્કરે હરકત શરુ કરતાં પોલીસને બાતમી મળતા તસ્કરને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લઇ ચોરીની ફરીયાદ નોંધાઇ તે પહેલા જ તસ્કરને ઝડપી લીધો છે.
શહેરમાં આવેલા આલાપ એવન્યુમાં રહેતા નિકુંજ પટેલ તેના પરિવાર સાથે દરેશ દિવસ પહેલા બહાર ગામ ગયા હતા ત્યારે તેમનું બંધ મકાન તસ્કરની નજરે ચડી જતા મકાનમાં ખાબકી સોનાના દાગીના સહીત રૂ. 4.67 લાખનો મુદામાલની ચોરી કરી નાસી ગયો હતો.
જે દરમિયાન ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ મથકના પી.એસ.આઇ. એ.બી. વોરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન હેડ કોન્સે. હરપાલસિંહ જાડેજાએ કોન્સટેબલ જેન્તીગીરી ગોસ્વામીને બાતમી મળી હતી કે બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ પાછળ આવેલા મફતીયાપરામાં રહેતો અજય ચંદુભાઇ ચુડાસમા નામનો શખ્સ ચોરી કરેલા સોનાના દાગીના વેચવા નીકળ્યો છે અને જે.કે. ચોક પાસે ઉભો હોય જેના આધારે પી.આઇ. એ.એસ. ચાવડા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો અને અજય ચુડાસમાની પુછપરછ કરતાં તેને પોતાના કબ્જમાંથી 110 ગ્રામ સોનાના દાગીના રોકડા 30 હજાર અને હેન્ડી કેમેરા સહીત કુલ 4.67 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુ કેટલીક ચોરીના ભેલ ઉકેલવા માટે પોલીસ રીમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. નવાઇની વાત એ છે કે ચોરીની મત્તા મોટી હોવા છતાં ફરીયાદ નોંધાવાઇ ન હતી.
આ કામગીરી ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ મથકના પી.આઇ. એ.એસ. ચાવડા, પીએસઆઇ એ.બી.વોરા, હેડ કોન્સે. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી, બલભદ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ગોહિલ સહીતના સ્ટાફ કરી હતી.