22 દીકરીઓના શાહી લગ્ન ટૂંક સમયમાં યોજાશે
સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા માતા કે પિતાની છત્રછાયા ગુમાવેલ રર દિકરીઓના જાજરમાન લગ્ન તા. 18/12 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે પ0 થી વધુ બહેનો 171 થી વધુ કાર્યકર્તાઓમાં તાડમાર તૈયારીની સાથે અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે.
ભારતભરમાં ેવાની સુપ્રસિઘ્ધ બનેલ દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહ દીકરાનું ઘર દ્વારા પ્રતિવર્ષ માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ રર દીકરીઓના જાજરમાન લગ્ન કરાવવામાં આવે છે.
જેમાં પ્રત્યેક દીકરીને સમૃઘ્ધ કરિયાવર આપવામાં આવે છે. અને સમાજના દાતાઓ ના સહકારથી આ ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કીરીટ આદ્રોજા, ડો. નિદત બારોટ તેમજ હસુભાઇ રાચ્છએ જણાવ્યું છે કે 2022 ના વહાલુડીના વિવાહ આગામી તા. 18/12/22 ના રોજ યોજાશે. જેના મુખ્ય સહયોગી તરીકે શહેરના જાણીતા બિલ્ડર ઉઘોગપતિ ધીરુભાઇ રોકડ તેમજ પારુલબેન રોકડ પિતા રવજીભાઇ રોકડ તેમજ માતા મણિબેન રોકડની સ્મૃતિમાં વહાલુડીના વિવાહ 2022 ની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
ફાલ્ગુનીબેન કલ્યાણી, કિરણબેન વડગામા, મૌસમીબેન કલ્યાણી, રુપાબેન વોરા, ગીતાબેન વોરા, દીનાબેન મોદી, કલ્પનાબેન દોશી, કાશ્મીરા દોશી પ્રિતી તન્ના રાધિબેન જીવાણી, વર્ષાબેન આદ્રોજા, નિશાબેન મારુ, અરુણાબેન વેકરીયા, અંજુબેન સુતરીયા, આશાબેન હરિયાણી સહીતની બહેનો ભારે ઉત્સાહથી તૈયારી કરી રહી છે.