હેમુ ગઢવી નાટય ગ્રહમાં એક થી એક ચડિયાતા પર્ફોર્મન્સથી ઉડાનનો દબદબો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કેળવણી ક્ષેત્રે આગવી ભાત પાડતી માતૃશ્રી પાર્વતીબેન ચેરીટેબલ ટ્રસ્ટ/ સરગમ ક્લબ સંચાલિત અનિલ જ્ઞાનમંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ઉડાન 22માં બાળકોની અનેકવિધ કૃતિઓની પ્રદર્શનની એ મુલાકાતી ઓ વાલીઓ,શિક્ષક વિદો, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા શ્રેષ્ટિ જનોએ ભારે સરાહના કરી હતી, શનિવારે હેમુ ગઢવી નાટ્ય ગ્રહ ઠાકોર રોડ ખાતે યોજાયેલ પ્રદર્શનમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી ત્યારે મહેમાનો આફરીન થઈ ગયા હતા,
ઉડાન -22 ના આયોજનમાં પ્રિન્સિપાલ છાયાબેન દવેના માર્ગદર્શનમાં ઉદ્ભોષક તરીકે વિરંચીબેન બૂચ, ચારવી બેન વૈષ્નાંની, કોરિયોગ્રાફર ડ્રીમ્સ ડાન્સ એકેડેમી ના પ્રિતેશભાઈ અને હિરેનભાઈ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પરિવારના ચેરમેન પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, બાંન્સ લેબ વાળા મોલીસ ભાઇ પટેલ આરડી એજ્યુકેશન વાળા રાકેશભાઈ પોપટ ,આર કે,યુનિવર્સિટીના ચેરમેન ખોડીદાસભાઇ પટેલ, મારવાડી યુનીના વાઇસ ચેરમેન જીતુભાઈ ચંદારાણા અને ઉદ્યોગપતિ હરેશભાઈ લાખાણી એ બાળકોની કુર્તીઓની સરાહના કરી પ્રોત્સાહિત કર્યા હતા ઉડાન 22 ના બાળકોને ડાન્સ પ્રેક્ટિસ કરાવનાર બ્રિજેશભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે હું 16 વર્ષથી ડાન્સ નું શિક્ષણ આપું છું ઉડાનમાં બાળકોને કરાવેલી એક મહિનાની મહેનત લેખે લાગી છે ,શાળાના શિક્ષક વિરંચી ભાઈ બુચે જણાવ્યું હતું કે શાળામાં બાળકોને શિક્ષણ ઉપરાંત સંસ્કારો થી ઘડવામાં આવે છે.
બાળકોને પરિવાર, માતા-પિતા, વડીલોને વધુ સમય આપવાની શિખામણ અપાય છે ઉડાન -22 ના સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હતું.