રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન હત્યાના બનાવો બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે રાજકોટમાં અંબીકા ટાઉનશીપ વિસ્તારમા પારકા ઝઘડામાં દરમ્યાન ગીરી કરવા ગયેલા યુવાનને મહિલા સહિત પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે આ બનાવની જાણ તાલુકા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફુટેજ આધારે મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેમાં હાલ તાલુકા પોલીસે મહિલા સહિત બેની અટકાયત કરી અન્ય શખ્સોની શોધ ખોલ હાથ ધરી છે.
પારકા ઝગડામાં દરમિયાનગીરી કરવા જતાં મહિલા સહિત પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનને વેતરી નાખ્યો
વિગતો મુજબ પ્રાપ્ત માહિતી મુજબ અંબીકાટાઉનશીપ વિસ્તારમાં શીતાજી ટાઉનશીપમાં રહેતો અને ગોંડલ રોડ નજીકના વિસ્તારમાં કાર એસેસરીઝની દુકાનમાં નોકરી કરતો તૌફિક જાહીદભાઈ વજુગરા (ઉં.વ.૩૨) ગોકલે રાત્રે ઘર નજીક હતો ત્યારે તેની સોસાયટીમાં રહેતા આનંદ પરમાર, અભીષેક ઉર્ફે ભયલું અઘેરા,હંસાબેન, અક્ષય અને ચિરાગ નામના શખ્સ બોલાચાલી કરી છરીનો ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘાયલ તૌફિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની જાણ થતાં તાલુકા પોલીસના પી.આઈ.વી.આર.પટેલ રાઇટર કિરીટભાઈ રામાવત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ શરૂ કરી હતી.અને તાલુકા પોલીસ દ્વારા મૃતક ભાઈના પત્ની રિઝવાના બેનની ફરિયાદ પરથી મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને જેમાં મહિલા સહિત બેની તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બહેનોનો એકલોતો ભાઈ તૌફિકના પિતા અગાઉ રાજકોટની એક કોલેજમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા. હાલ રીટાયર્ડ છે. તૌફિકને સંતાનમાં બે પુત્ર છે.
ગઈકાલ રાત્રે તે ઘર નજીક હતો ત્યારે તેનીજ ટાઉનશીપમાં રહેતા હંસાબેન અઘેરા નામની મહિલા નીચે કોઈ સાથે ઝઘડો કરતી હતી. આથી યુવકની પત્ની નીચે ગઈ હતી તે જ સમયે તોફિકભાઈ નોકરી પરથી છૂટી ઘરે આવ્યા હતા ત્યારે પત્નીને નીચે ઝઘડો થતો હતો ત્યાં જોતા તેને હંસાબેન ને કઈ બાબતે ઝઘડો થઈ રહ્યો છે તે પૂછ્યું હતું અને તેને સમજાવવા ગયો હતો. આ સમયે હંસાબેનના પુત્ર અભીષેક અઘેરાએ તેને વચ્ચે નહીં આવવાનું કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં અભીષેકે ફોન કરી આનંદ પરમાર અને અક્ષયને બોલાવતા બન્ને ત્યાં છરી સાથે ધસી આવ્યા બાદ ત્રણેયે તૌફિક સાથે માથાકુટ કરી છરીનો ઘા ઝીંકી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસ દ્વારા હંસાબેન સહિત બેની અટકાયત કરી લીધી છે જ્યારે અન્ય ત્રણ શખ્સો ની શોધ ખોળ કરી છે.