રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નાયબ કલેકટર ડો. પી.એમ. ડોબરિયા લિખીત તન મની સાજા રહીએ પુસ્તકનું વિમોચન ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે યું હતું. તેમજ તપ-સેવા-સુમિરનની શિબિર યોજાઇ હતી. સરકારી સેવાની સો સો ડોકટરી દૂર રહેવા મન અને તનને શુધ્ધ રાખનાર સ્વાસ્યનુ પુસ્તક તૈયાર કરવા બદલ નરેશભાઇ પટેલે ડો. ડોબરિયાને અભિનંદન પાઠવ્યા હતા અને વધુને વધુ લોકો પુસ્કતનુ વાચન કરે તેવો અનુરોધ ઉપસ્તિ લોકોને કર્યો હતો. ડો. પી.એમ. ડોબરિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પુસ્તક વિશેનો પરિચય આપ્યો હતો. લોકોના સ્વાસ્યની સુખાકારી માટે આ પુસ્તકની ૧૧,૧૧૧ નકલોનું વિનામૂલ્યે વિતરણ કરાશે તેમ ડો. ડોબરિયાએ જણાવ્યું હતું. આ પુસ્તકમાં સહયોગ આપવા બદલ ડો.ડોબરિયાએ નરેશભાઇ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના પરેશભાઇ પટેલનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. જી.ટી. પંડયા, બદ્રીનારાયણ સેવાગ્રામ, મેરઠના ડો.ગોપાલ શાી, અગ્રણી રમેશભાઇ કોયાણી, ચંદ્રકાંતભાઇ પાચાણી, રમેશભાઇ ટીલાળા, વલ્લભભાઇ સતાણી વગેરે ઉપસ્તિ રહયા હતા.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત