જિલ્લા કક્ષાની લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં તકેદારી ક્ષેત્ર તરફથી મળેલી તપાસો, ખાતાકીય તપાસો અને એસીબી પોલીસ સ્ટેસન કક્ષાએ બાકી રહેતી તપાસો તથા નામદાર કોર્ટમાં પડતર એ.સી.બી. કેસોની સમિક્ષા કલેકટર દ્વારા સમિતિની મિટિંગમાં કરવામાં આવી હતી.
આ તકે જે.સી.પી. સૌરભ તોલંબિયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામક વી.કે.પંડ્યા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.