બીજી યુવતી સાથે સંબંધ ધરાવતા પતિએ બોડી બનાવવામાં નડતી હોવાનું કહી પત્નીને માર માર્યો

અબતક,રાજકોટ

રાજકોટમાં ઢેબર રોડ, રાધાકૃષ્ણ સોસાયટીમાં છેલ્લા પાંચ મહિનાથી પિયરમાં રહેત. ડેન્ટિસ્ટ પરિણીતાએ ગાંધીનગરમાં આવેલા કિસાનનગરમાં રહેતા પતિ પાર્થ સતિષચંદ્ર પટેલ, સસરા, ડો.સતિષચંદ્ર મકવાણા, સાસુ સોનલબેન અને નણંદ રચનાબેન પરમાર સામે ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ બીડીએસ સુધીનો અભ્યાસ કરનાર પરણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન પાર્થ સાથે 2017માં અમદાવાદ ખાતે થયા હતા. લગ્ન બાદ પતિ પાર્થે પોતાની સાચી મકવાણા અટક ગેઝેટ કરાવી પટેલ કરી છે. લગ્ન પહેલા પાર્થ પટેલ જ્ઞાતિનો હોવાને કારણે લગ્ન કર્યા હતા. પરંતુ તે દલિત હોવાની ખબર પડી હતી. લગ્ન બાદ પતિ વિસનગરમાં અભ્યાસ કરતા હોય બંને ત્યાં રહેતા હતા. પાર્થ સાથેના લગ્નથી તેના માતા-પિતા નાખુશ હોય તેઓ ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નહિ. પતિ રોજ દારૂ પીને ઝઘડા કરતો હતો.

પાર્થને નોકરી મળતા બંને અમદાવાદ રહેવા ગયા હતા. જ્યાં પાર્થને દારૂ ઉપરાંત ડ્રગ્સ, સ્ટિરોઇડ, ગ્રોથ હોર્મોન, એનાબોલિક જેવા નશીલા દ્રવ્યોનું સેવન કરતો અને ઘરમાં જ નોનવેજ બનાવતો હતો. આ આદતો બંધ કરવાનું કહેતા તે મને કહેતો કે તું મને બોડી બનાવવામાં નડે છે, મારે બીજી છોકરી સાથે સંબંધ છે, હું તારાથી સારી છોકરી લઇ આવીશ તેમ કહી ત્રાસ આપતો હતો.જેથી પરણીતાએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.