3 વિસ્તારો જ 100થી વધુ ડેન્ગ્યુના કેસ હોવાનો અંદાજ બાંધકામ સાઈટ ડેન્ગ્યુ અને મેલેરીયાના રોગ માટેના એપી સેન્ટર
શહેરમાં કોરોનાના કેસ છેલ્લા એક સપ્તાહથી નોંધાઈ રહ્યાં છે. વરસાદની સીઝન પૂર્ણ થતાંની સાથે જ હવે ડેન્ગ્યુ અને મેલેરીયાએ પણ માથુ ઉંચક્યું છે. શહેરના નાના મવા રોડ, જંકશન વિસ્તાર અને કોઠારીયા રોડ વિસ્તારમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો છે. આ ત્રણ વિસ્તારમાં ડેન્ગ્યુના 100થી વધુ કેસો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રતિ દિન 10 જેટલા કેસો મળી રહ્યાં છે. બાંધકામ સાઈટ ડેન્ગ્યુ અને મેલેરીયાના રોગચાળાના એપી સેન્ટર બની ગયા હોય તેમ મચ્છરોની ઉત્પતિ સૌથી વધુ મળી આવે છે.
કોરોના વચ્ચે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરીયાએ પણ માથુ ઉંચક્યું છે. દર સપ્તાહે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યાં છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા લેવામાં આવનારા તમામ પગલા બેઅસર પુરવાર થઈ રહ્યાં હોય તેમ ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો ફેલાવતા મચ્છરો મચક આપવાનું નામ લેતા નથી. શહેરના નાના મવા રોડ, કોઠારીયા રોડ અને જંકશન વિસ્તારમાં જ ડેન્ગ્યુના 100થી વધુ એક્ટિવ કેસ છે. રોજ આ ત્રણ વિસ્તારોમાંથી 10થી વધુ કેસો મળી આવે છે. બાંધકામ સાઈટ પર મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાના કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે.