મચ્છરોના નાશ માટે ૨૩૮ ઘરોમાં ફોગીંગ: મચ્છરોની ઉત્પતિ સબબ ૭૨ને નોટિસ
કડકડતી ઠંડીમાં મેલેરીયા અને ડેન્ગ્યુનો રોગચાળો જાણે શહેરમાંથી ગાયબ ઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં નવા ડેન્ગ્યુ કે મેલેરીયાનો એક પણ કેસ નોંધાયા ન હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. જ્યારે સામાન્ય શરદી-ઉધરસ અને અન્ય તાવના ૬૮૨ કેસો નોંધાયા છે.
આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યાનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૩૮૮ કેસો નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના ૨૭૯ કેસ, ટાઈફોઈડ તાવના ૩ કેસ, મરડાના ૭ કેસ અન્ય તાવના ૧૯ કેસો મળી આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૧૮૬૮ ઘરોમાં સર્વેની કામગીરી હા ધરવામાં આવી હતી. મચ્છરોના નાશ માટે ૨૩૮ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. શાળા-કોલેજ, હોટલ હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૧૪૯ સ્ળે ચેકિંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ ૭૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ૧૫ ખાડા-ખાબોચીયામાં દવાનો છંટકાવ કરાયો છે અને ૨૩ ઘરોમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવી છે.
ખોરાક જન્ય રોગચાળાની અટકાય માટે ૧૦૭ રેકડી, ૪૭ દુકાન, ૬ હોસ્ટેલ રેસ્ટોરન્ટ ૧૫ ડેરીફાર્મ, ૯ બેકરી અને ૧૫ અન્ય સ્ળ સહિત કુલ ૧૯૯ સ્ળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. અને ૧૮ વેપારીઓને નોટિસ ફટકારી ૪૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.