અબતક,રાજકોટ

લાખોના ભ્રષ્ટાચાર સંદર્ભે તા.08/02 ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બીજા દિવસે પણ જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં ‘પોલીસ કમિશનર ચોર હૈ ના નારા અને ’રક્ષક જ બન્યા ભક્ષક, વાડ જ ચીભડા ગળે, રાજકોટ પોલીસ કમિશ્નર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે, હવાલા ગીરી બંધ કરો તેમજ રાજકોટ પોલીસ ની ક્રાઈમ બ્રાંચ હવે હવાલા બ્રાંચ ના બેનરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

જેમાં શહેર કોંગ્રેસ ના શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલા, ભાર્ગવભાઈ પઢીયાર, દિપ્તીબેન સોલંકી, દિનેશભાઈ મકવાણા, દેવેન્દ્ર સિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, દિલીપભાઈ આશવાણી, સંજયભાઈ અજુડિયા, વાસુભાઈ ભંભાણી, મુકેશભાઈ પરમાર, જયેશભાઈ રાછડિયા, દાનાભાઈ હુંબલ, પ્રભાતભાઈ ડાંગર, અર્જુનભાઈ ગુજરિયા, દેવેન્દ્રસિંહ રાણા, તુષિતભાઈ પાનેરી, કૃષ્ણદતભાઈ રાવલ, ચંદ્રિકાબેન વરાણીયા, હિરલબા રાઠોડ, મનીષાબા વાળા, નારણભાઈ હીરપરા, સુરેશભાઈ ગરેયા, ઠાકરસીભાઈ ગજેરા, હિતેશભાઈ હિમાલય રાજ રાજપૂત સહિતના જેમાં શહેર કોંગ્રેસ ના 29 આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.