સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાના ડિનની ચૂંટણી તેમજ એકેડેમીક કાઉન્સીલની રચના તેમજ સીન્ડીકેટની ચૂંટણી વેકેશન અગાઉ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યોએ ગઈકાલે કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં નીદત બારોટના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ડીનની ચૂંટણી યોજાવાની હોય છે અને એક પ્રતિનિધિ તરીકે દરેક વિદ્યાશાખામાંથી એકેડેમીક કાઉન્સીલના સભ્યપદે ચૂંટાવાના હોય છે. ચૂંટણીમાં તમામ મતદારો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકો હોય છે. છેલ્લા ઘણા વર્ષોી યુનિવર્સિટીમાં પરંપરા રહી છે કે, ચૂંટણી માર્ચ મહિનામાં યોજાતી હોય છે પરંતુ આ વખતે ચૂંટણીની તારીખ હજૂ સુધી જાહેર કરવામાં આવી નથી. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય નિદત બારોટને રજૂઆત કરી છે કે, ચૂંટણી વેકેશન અગાઉ યોજવામાં આવે. આ રજૂઆતમાં તેમની સો ડો.પ્રિયવદન કોરાટ, ડો.રાજદીપસિંહ, ડો.ભરતસિંહ જાડેજા અને રશ્મીન પટેલ જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,