અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કલેકટર અને મ્યુ. કમિશ્નરને આવેદન
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત 1974 થી ભારત ભરમાં ગ્રાહકો ના હાંકના સંરક્ષણ માટે અને ન્યાય અપાવવા માટે કામ કરતી સંસ્થા છે . રાજકોટ મહાનગર દ્વારા શહેર કલેક્ટર અને રાજકોટ મ્યુ . કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં એબીજીપી એ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે કડક અમલ કરવા બાબતે જણાવ્યું હતું કે ગ્રાહકો જાણતા અજાણતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પ્રકૃતિને નુકશાન કરી રહ્યા છે. તો તે અંગે ગ્રાહકો માં જાગૃતિ આવે તેવી પ્રવૃતિ થાય, દરેક પ્લાસ્ટિક ચીજવસ્તુ બાબતમાં ઉત્પાદકો, વિક્રેતાઓ અને રિસાઈકલ દ્વારા રેસિં નંબર ફરજીયાત ઓળખ થાય, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ મુકાય, ઓન લાઈન ફૂડ સપ્લાય ચેઇન દ્વારા પૈકીંગ માં જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
તો તેના પર રોક મૂકી ઇકો ફ્રેન્ડલી માધ્યમ અપનાવવાની નીતિ ઘડી તેનો કડક અમલ થાય ખા કરી ને સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવા ફરી થી ઝુંબેશ ચલાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જયારે ધ્વનિ પ્રદુષણ નિયંત્રણ કરવા બાબતે જણાવવાં આવ્યું હતું કે ધ્વનિ પ્રદુષણ મોટા ભાગે તે ટ્રાફિક વધવાથી કે કોઈ કારણસર અતિશય ધ્વનિ પ્રદુષણ હોકીંગથી થાય છે . જેના કારણે લોકોના સ્વસ્થ્ય પર ઊંડી અસર થાય છે . તો તે અટકવવા દિવસ અને રાત્રીના હોકિંગના ડેસીબલની તપાસ થાય , જાહેર સ્થળો એ ખાસ કરી ને શાળા, કોલેજ, હોસ્પિટલ, વાંચનાલય જેવા સ્થળો પર ઘોંઘાટ નહિ કરવા ની સૂચના આપતા સાઈન બોર્ડ લગાવવામાં આવે
ગ્રાહક અધિનિયમ 1986 અને 2019 માં ગ્રાહકોના હક્કના સંરક્ષણ માટે ગ્રાહક પંચાયત ની ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું છે ગ્રાહક લક્ષી , કે સાયબર ફ્રોડ , અંગે જો કોઈ નાગરિક ને ફરિયાદ હોય તો રાજકો કાર્યાલય 20 ન્યુ જાગનાથ, પટેલ બિલ્ડીંગ , યાજ્ઞિક રોડ, સોમ થી શુક્ર સાંજે 5 થી 7 અથવા મોં .99 13 32 33 34 અને 98244 44605 પર સંપર્ક સાધી શકાશે .