ઔઘોગિક ઝોન થતા ઉઘોગ ધંધાને વેગ મળવાની સાથે રોજગારીની વિપુલ તકો હોવાની મુખ્યમંત્રીને રજુઆત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ગઢડા ખાતે જી.આઇ.ડી.સી. ની ફાળવણીથી રાજકોટ જીલ્લો તેની વિકાસ યાત્રા તરફ આગેકુચ દમ માંડશે. રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ઉઘોગ કમિશ્નર રાહુલ ગુપ્તાજીને રજુઆત કરતા જણાવેલ છે કે રાજકોટ તાલુકા ગઢડા ગામ ખાતે સરકારી ખરાબો આશરે 553 એકર વિશાળ જગ્યા પરઆવેલો છે.
ત્યારે ભવિષ્યમાં આ જગ્યા પર કોઇ દબાણ ન થાય તેમજ અહીં મોટા પ્રમાણમાં પછાત અને શ્રમિક વર્ગની વસ્તી હોય અને આજુબાજુના નાના મોટા ઘણા ઇન્ડસ્ટ્રીઝ યુનિટ ન થાય તેમજ અહીં મોટા પ્રમાણમાં પછાત અને શ્રમિક વર્ગની વસ્તી હોય અને આજુબાજુમાં નાના મોટા ઘણા ઇન્ડસ્ટ્રીઝ યુનિય હોય વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેવી ઉત્તમ તકો રહેલી છે.
આ ઉપરાંત નજીકમાં જ હીરાસર ઇન્ટશનેશનલ એરપોર્ટ નિર્માણનું કામ પુરજોશમાં ચાલુ હોય ધંધો રોજગારના વિકાસને વેગ મળે તેમ છે અને બાજુમાંથી 75 થી 90 મીટરનો રસ્તો હોય વાહન વ્યવહારના પરિવહન માટે અનુકુળ વાતાવરણ છે ત્યારે વાહન વ્યવહારના પરિવહન માટે અનુકુળ વાતાવર છે. ત્યારે રાજકોટથી સરધાર હાઇવે પર પણ જામનગર રોડ, કાલાવડ, ગોંડલ રોડ જેવો વિકાસ થશે.
વધુમાં ભૂપતભાઇ બોદરે પોતાની રજુઆતમાં જણાવેલ કે અહીં જી.આઇ.ડી.સી. ફાળવવાથી આસપાસના વિસ્તારોમાં રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે તેમજ આજુબાજુના અનેક ગામો જેવા કે ગઢકા, ઢેબચડા, મહીકા, ખેરડી, ત્રંબા, ડેરોઇ, ફાડદંગ, ઢાંઢણી, રફાળા, કાળીપાટ વગેરેને પણ ફાયદો થાય તેમ છે. રાજકોટ શહેરની તદ્દન નજીક આવેલ ગઢકા ગામને કુવાડવા અમદાવાદ હાઇવે ટચ થાય છે તેમજ ભાવનગર રોડથી પણ કનેકટ થાય છે જે રિંગરોડથી સાવ નજીક છે.
તેથી અહી જી.આઇ.ડી.સી. ફાળવવાથી શહેરના ધંધા રોજગારને વેગ મળે અને રોજગારીની તકો પ્રાપ્ત થવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નો સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાચા અર્થમાં સાર્થક થશે અને ગુજરાત રાજય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ગઢકા ખાતે જી.આઇ.ડી.સી. ની ફાળવણીથી રાજકોટ જીલ્લો તેની વિકાસ યાત્રા તરફ આગેકદમ માંડશે એમ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે અંતમાં જણાવેલ હતું.