રૂા.8.51 કરોડના ખર્ચે નિર્માણાધીન કોમ્યુનિટી હોલનું બાંધકામ પૂર્ણતાના આરે: સ્થળ વિઝીટ દરમિયાન જરૂરી સુચનાઓ આપતા પદાધિકારીઓ

કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.9માં રૂા.8.51 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ માસના અંત સુધીમાં આ હોલ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. દરમિયાન 15મી ઓગષ્ટ આસપાસ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. આજે મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હોલના બાંધકામમાં જરૂરી સુધારા વધારા કરવા સુચના આપી હતી.

કોર્પોરેશનના ચાલતા વિકાસકામો  સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને પ્રોગ્રેસ રીપોર્ટની જાણકારી મળી રહે તે માટે સ્થળ મુલાકાત લેવામાં આવે છે. જે અનુસંધાને આજે વોર્ડ નં.9માં પેરેડાઈઝ હોલ પાસે, ગોપાલ ચોક નજીક, રૈયા રોડ પાસે રૂ.8.51 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અદ્યતન કોમ્યુનિટી હોલની સ્થળ મુલાકાતે મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, રાજકોટ શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, વોર્ડ નં.09 કોર્પોરેટર દક્ષાબેન વસાણી, જીતુભાઈ કોટડીયા, વોર્ડ નં.09 પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, વોર્ડ નં.09 મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, શિક્ષણ સમિતિના સભ્ય જાગૃતિબેન ભાણવડીયાએ લીધી હતી.

21C

આ હોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 1440 ચોરસ મીટરમાં વિશાળ પાર્કીંગની સુવિધાનો સમાવેશ કરવામાં આવેલ છે. ફર્સ્ટ ફ્લોર તથા સેક્ધડ ફ્લોરમાં અંદાજીત 700-700 લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ જેમાં વર-વધુ માટે એટેચ ટોયલેટ સાથે અલગ-અલગ રૂમની વ્યવસ્થા તેમજ ડાઈનીંગ હોલ, સ્ટોર અને વોશિંગની સુવિધા રાખવામાં આવેલ છે. એનર્જી ઇન્ફ્રીસીયન્સી માટે એલ.ઈ.ડી. લાઈટસ, સંપૂર્ણ હવા-ઉજાશ મળી રહે, તે મુજબનું સુવ્યવસ્થિત આયોજન એક હોલ સેન્ટ્રલી. એરક્ધડીશન (એ.સી.),મોર્ડન એલીવેશન, ડીઝલ જનરેટરની વ્યવસ્થા, પેસેન્જર લીફ્ટ 2-નંગ તથા કિચન માટે સર્વિસ લીફ્ટ1 નંગ, ડબલ પ્લમ્બીંગ સિસ્ટમ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને કોમ્યુનિટી હોલ જુલાઈ-2021ના અંતમાં પૂર્ણ થઇ જશે. નાના મોટા સુધારા માટે પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓને સુચના આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.