વિવિધ સ્થળોએ અવેરનેસ અને બ્યુટીફીકેશન માટે વોલ પેઈન્ટીંગ બ્રાન્ડિંગ
ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વિવિધ કામગીરીનો અનુસંધાને અધિકારીઓને જવાબદારીઓ સુપરત કરી દેવામાં આવી છે.
આ આયોજન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ અવેરનેસ અને બ્યુટીફીકેશન માટે વોલ પેઈન્ટીંગ દ્વારા બ્રાન્ડિંગ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.શહેરમાં બ્યુટીફીકેશન માટે રેસકોર્ષ આર્ટ ગેલેરી, ફનસ્ટ્રીટ, હોકી સ્ટેડીયમ પાસે, પમ્પીંગ રૂમની આસપાસ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, 80 ફીટ રોડ શેઠ હાઇસ્કૂલની દિવાલ, વોર્ડ નં.14ની વોર્ડ ઓફિસ, કોઠારીયા સ્વિમિંગ પુલ, યાજ્ઞિક રોડ આરએમસી સ્કુલ, યાજ્ઞિક રોડ ક્ધયા છાત્રાલય વિગેરે સ્થળોએ 36મી નેશનલ ગેમ્સ-2022ને અનુલક્ષીને અવેરનેસ તથા બ્યુટીફીકેશન માટેના વોલ પેઈન્ટીંગ બ્રાન્ડિંગ કરાવામાં આવેલ છે.