ચાઇનીસ દોરી,તુક્કલ અને જાહેર રસ્તા પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
મકરસંક્રાંતિએ અકસ્માતના બનાવો અટકાવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું દર વર્ષની જેમ આ વર્ષે પણ બહાર પાડવામાં આવ્યું છે.જેમાં ઘણા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.દર વર્ષની જેમ આ વર્ષે પર ચાઇનીસ દોરી અને તુકક્લ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ઉપરાંત જાહેર રસ્તા પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કોઇ પણ વ્યક્તિના જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પરથી પતંગ ઉડાવી શકાશે નહીં. આમ જનતાને ત્રાસરૂપ થાય તે રીતે મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે કપાયેલી પતંગ અને દોરી મેળવવા માટે હાથમાં ઝંડા અને વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટી લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમતેમ શેરીમાં દોડી શકાશે નહીં. જાહેરમાં ઘાસચારાના વેચાણ કરવા પર તથા આમજનતા દ્વારા આ ઘાસચારાને ખરીદ કરીને રસ્તા પર ગાય કે અન્ય પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિકને અવરોધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહશે.આ જાહેરનામું તા.1 જાન્યુઆરીથી તા.16 જાન્યુઆરી સુધી અમલી રહેશે.
શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તી ને નૂકશાન થાય છે. તેમજ શહેરની મધ્યમાં એરપોર્ટ (એરોડ્રામ) આવેલ હોય, જેથી જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વયવસ્થાની જાળવણી હેતુસર જાહેર હિતમાં પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે.
તેમજ હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલ હોય, ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ઉત્તરાયણના તહેવાર દરમ્યાન સંપૂર્ણ પાલન થાય, તેમજ અત્રેથી બહાર પાડવામાં આવે તે જાહેરનામાનું પણ ચુસ્તપણે પાલન થાય, તેમજ નામદાર હાઇકોર્ટના તા.22/12/2015 ના આદેશ મુજબ રાજકોટ શહેર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાણનો તહેવાર પર ચાઇનીઝ લોઅર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્ન નાં ઉત્પાદન / વેચાણ અને ઉડાડવા ઉપર હંગામી પ્રતિબંધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ના 22 માં અધિનિયમની કલમ 33 (1)(ખ), 33(1)(ભ), 113 મુજબ મળેલ સત્તા હેઠળ પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.