• વિવેકાનંદનગર સોસાયટીમાં આંચકી ઉપડતા તરૂણે જીવ ગુમાવ્યા

rajkot : રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડી બાળ આશ્રમના ગેઈટ પરના પારણામાં કોઈsociety અજાણ્યા વ્યક્તિએ રાત્રીના પોણા એકાદ વાગ્યે બાળકને ત્યજી જતા બાળકની તબિયત નાદુરસ્ત જણાતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ઝનાનાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,જ્યાં બાળકનું મોત નિપજ્યું છે.જ્યારે અન્ય બનાવમાં પ્રાપ્ત વિગત અનુસાર શહેરના પોલીસ લાઈન પાછળ વિવેકાનંદ નગર શેરી નંબર 9 માં રહેતા તરુણનું આંચકી ઉપડી જતા મોત નિપજ્યું છે.બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડી બાળ આશ્રમના ગેઈટ પરના પારણામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ આજ રોજ તા. 8/8 ના રોજ રાત્રીના પોણા એકાદ વાગ્યાના અરસામાં આશ્રમના ગેઇટ પરના પારણામાં નવજાત બાળકને મૂકી જઇ પારણાની ડોરબેલ મારી ત્યાંથી જતા રહેતા આશ્રમના ગૃહપતિ જોશનાબેનએ બાળકને કાઠિયાવાડી બાળ આશ્રમના અંદર લઇ જઇ બાળકની હાલત ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી,108 મારફતે બાળકને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બાળકને જોઈ તપાસી તબીબે મૃત જાહેર કરેલ છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ પી.એન.ગોહિલ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.

જ્યારે અન્ય બનાવમાં પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માઉટન્ટ પોલીસ લાઈન પાછળ સ્વામી વિવેકાનંદ નગર શેરી નંબર 9 કવાર્ટર નંબર 53 માં રહેતા હરેશભાઈ સોલંકીના પુત્ર સાયર (ઉં.વ.12) નામના તરુણનું આંચકી આવી જતા મોત નિપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકને પથરીનું નિદાન ચાલી રહ્યું હોય,એકાએક ગઈ કાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં બાળકને આંચકી ઉપડી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર લીધા પૂર્વે જ બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.પોલીસને જાણ કરતા પીકે પઢીયાર સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર બાળક ચાર ભાઈઓમાં મોટો હતો.બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.