અબતક,રાજકોટ
રાજકોટ એસ.પી. કચેરી સામે શાપરની તરૂણીએ મકાનના પ્રશ્ર્ને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેનું મોત નિપજયું છે. જેથી પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી છે.
શહેરમાં ગોંડલ ચોકડી પાસે સરદાર એપાર્ટમેન્ટમાં રહેતી કશીશ મહેબુબભાઈ માંડવીયા ઉ.17એ રવિવારે સવારે જિલ્લા પોલીસ વડાની કચેરી સામે ગીરનાર ટોકીઝ નજીક ઝેરી દવા પીલેતા તેણીને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું ગઈકાલે મોત નિપજયું છે. બનાવની જાર પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.
મકાન માલિકે ખાલી કરાવતાં જિલ્લા પોલીસને રજૂઆત માટે આવલે તરૂણીએ કર્યો આપઘાત
પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતુ કે કશીશ તેના પરિવાર સાથે શાપર ભાડાના મકાનમાં રહેતી હતી અને કાષઈ કારણોસર મકાન માલીક સાથે ઝઘડા થતા તેને મકાન ખાલી કરાવી દીધું હતુ અને તેને હેરાન કરતા હતા જેથી આ અંગે પોલીસમાં પણ કશીશે જાણ કરીહતી પરંતુ ત્યાંથી કોઈ મદદ ન મળતા જિલ્લા પોલીસ વડાની ઓફીસ સામે ઝેરી દવા પી આપઘાત કર્યો છે.જેથી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.