સાત દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ
સૌરાષ્ટ્રભરમાં સ્વાઇનફલુને કારણે વધતા જતાં કેસો સામે આરોગ્ય તંત્ર સજજ બન્યું છે. ત્યારે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક ૧ર સુધી પહોંચી ગયો છે. સિઝનફલુના દર્દીઓમાં મહત્તમ મહિલાઓના કેસ નોંધાયી રહ્યા છે.
પ્રાપ્ત મળતી વધુ વિગત મુજબ સીઝનફલુને લઇ ૩પ થી વધુ દર્દીઓ ખાનગી તથા સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે સીવીલ હોસ્પિટલમાં માં જેતપુરની પ૦ વર્ષીય મહીલાએ સારવાર દરમિયાન દમ તોડતા મૃત્યુ આંક ૧ર સુધી પહોચી રહ્યો છે. જયારે હાલ રાજકોટની ખાનગી અને સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી ૩પ થી વધુ દર્દીઓ સીઝનફલુ હેઠળ સારવાર લઇ રહ્યા છે.
ગતવર્ષે રાજકોટમાં સ્વાઇફલુના ર૦૧ કેસ નોંધાયા હતા. જેમાં ૧૭ દર્દીઓના મોત નિપજયા હતા. આ વર્ષે એક માસમાં ૧૭ કેસ નોંધાયા છે. જેમાં ૯ વ્યકિતઓ એવી છે કે જે અન્ય બિમારીઓથી પીડાતા હતા જેને લઇ મોટી ઉમરના દર્દીઓને અગાઉથી કોઇ રોગ હોય અને રોગપ્રતિકારક શકિત નબળી હોય તેઓએ વધુ કાળજી લેવાની જરુર છે તેવું મનપા દ્વારા તારણ આપવામાં આવ્યું છે.
સીઝનલફલુમાં સારવાર અર્થે આવી રહેલા દર્દીઓમાં ૮૦ ટકા જેટલા મહીલા દર્દીઓ હોય ત્યારે સગાર્ભા, બાળકો અને મોટી ઉમરના લોકોને વધુ કાળજી રાખવા માજ્ઞે સુચન કરાયું છે. સીઝનલફલુમાં વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા મનપા જાગી ઉઠયું છે. સીઝનલ ફલુ માટે મનપાના તમામ ર૧ આરોગ્ય કેન્દ્રોમાં તદ્દન વિના મૂલ્યે દવા અપાશે.