નો પાર્કિંગમાં પાર્ક કરેલી કારને પોલીસે ટોઇંગ કરતા ચાલક વિફર્યો હતો અને જાતે જ લોક તોડી પોલીસ કોન્સ્ટેબલ અને એક વોર્ડન પર ગાડી ચડાવવા પ્રયાસ કર્યો હતો.
યુનિવર્સિટી રોડ પર બનેલી ઘટના, પરિવારને કારમાં જ બેસી રહેવા કહ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર રસ્તામાં પડેલી કારને પોલીસે લોક કરી હતી. જેને લઈને કાર માલિક વિફર્યો હતો. અને પોતાની જાતે બે વખત કારના લોક તોડ્યા હતા. તેમજ ટ્રાફિક કોન્સ્ટેબલ અને વોર્ડન પર કાર ચડાવવાનો પ્રયાસ કરીને જાહેરમાં પોલીસ પર રોફ જમાવ્યો હતો. ઉપરાંત પરિવારને કારમાંથી નીચે ન ઉતરવાનું કહી ટોઇંગમાં ગયેલી કારને જબરદસ્તી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com