રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો છે. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ છે. ઘટનાના પગલે પોલીસ દોડી ગઇ છે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબની મૂર્તિ આવેલી હતી. જે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બન્ને મૂર્તિ કોઇ પણ પ્રકારની મંજૂરી વગર મુકવામાં આવી હોવાથી મનપાએ હટાવી છે. પરંતુ આવું કૃત્ય કોઇ ટીખળી તત્વોએ વાતાવરણ બગાડવા તો નથી કર્યું ને તેવો સવાલ પણ ઉભો થયો છે. હાલ પોલીસનો બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com