65 લાખની વધુ સીનીયર સીટીજનોને ઇ.પી.એમ. 95 યોજના અંતર્ગત નહિવત માસિક પેન્શન મળતુ હોવાથી 7500 સુધીના પેન્શનની માંગ
હજારોની સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખી કરશે રજુઆત
અબતક, રાજકોટ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતના નાગરીકના પ્રશ્ર્નોની રજુઆત કરવા એક પોસ્ટ કાર્ડ લખવા માટેની અપીલ ગત ચુંટણીની જાહેર સભામાં કરી હતી.ભારતના 65 લાખથી વધુ સીનીયર સીટીજનોને ઇ.પી.એમ. 95 યોજના અંતર્ગત માસિક રૂ. એક હજાર થી ત્રણ હજાર નું પેન્શન મળે છે. આ પેન્શન ખુબ મામુલી અને જીવન નિવાહ કરવા માટે ખુબ ઓછું છે.
આ માટે રાષ્ટ્રીય c લડત સમિતિ બુલ્દાના મહારાષ્ટ્રથી અશોકભાઇ રાવતના નેતૃત્વના માર્ગદર્શનમાં કામગીરી પુરી દેશામાં ચાલી રહી છે. આ માટે લડત સમીતીએ અવાનનવાર વડાપ્રધાન શ્રમ, પ્રધાન નાણા પ્રધાન જુદા જુદા વિસ્તારના સાંસદ સભ્યોને રુબરુ અને લેખીતમાં રજુઆતો કરેલ છે. બુલ્દાનામાં છેલ્લા 3 વર્ષથી ગાંધી ચીઘ્યા માર્ગે પ્રતિકાત્મક ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે.
હજારોની સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખી કરશે રજુઆત
આ લડત સમિતિની માંગણી મુજબ માસિક ઓછામાં ઓછુ રૂ. 7500 + મોંધવારી અને મેડીકલ કવરેજ આપવાની રજુઆત છે. પરંતુ સરકાર દ્વારા યોગ્ય પ્રત્યુતર કે અમલવારી થતી નથી. તેના ભાગરુપે રાજકોટ ડેરીના નિવૃત કર્મચારીઓના એશોશિએશન મારફત પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરુ કરી છે. અત્યાર સુધીમાં પ0 થી વધુ અને ભારતમાંથી હજારોની સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખી રજુઆતો કરવામાં આવી છે.
ઇ.પી.એસ. 95 અંતર્ગત પેન્શન મેળવતા તમામ ભાઇઓ-બહેનોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જે ગામ, નગર કે શહેરમાં રહેતા હોય ત્યાંથી એક પોસ્ટકાર્ડ લખવા અપીલ છે. આપનું એક પોસ્ટકાર્ડથી કોઇના જીવનમાં ખુશી લાવી શકે છે. તેવી અપીલ પ્રમુખએ કરી છે. ‘અબતક’ ની મુલાકાત પ્રણવ દેસાઇ પ્રમુખ, ડો. મધુકરભાઇ કકકડ, ઉપપ્રમુખ જોરુભા ખાચર મંત્રી મજીદભાઇ ડોડીયા ખજાનચી અને નરેન્દ્રભાઇ પરમાર એ જણાવ્યું હતું કે અમો લોકો રાજકોટ ડેરી નિવૃત કર્મચારીઓના એશોશિએશન દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમારા ગ્રુપમાંથી 116 સભ્યો છે તેમાંથી 100 જેટલા સભયો પોસ્ટ કાર્ડ દ્વારા લેખીત રજુઆત કરી ચુકયા છે. અને અમારી આ માંગ પૂરી કરવામાં નહી આવે તો અમે લોકો વધુ આગળ પાગલા લેવા તૈયાર છીએ.