21મી મેથી દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ.720 ચૂકવાશે
દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર આપી રહ્યા છે. રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ દ્વારા ખુબ જ ટુંકા સમય ગાળામાં બીજી વખત દુધની ખરીદ કિંમતમાં રૂ.10 નો વધારો કરવામાં આવ્યો છે. આગામી ર1મી મેથી રાજકોટ ડેરી દ્વારા દુધ મંડળઓને પ્રતિ કિલો ફેટના રૂ. 720 ચૂકવવામાં આવશે પશુ આહારના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોય દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ દૂધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા હંમેશા દૂધ સંઘના સંચાલનમાં તેની સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્5ાદકોના આર્થિક અને સામાજીક હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલ કપાસીયા ખોળ અને ખાણદાણના ઉચા ભાવો તેમજ ઉનાળાની અસહય ગરમીને ઘ્યાનમાં રાખીને દુધ સંઘે નવા નાણાંકિય વર્ષમાં દુધના ખરીદ ભાવમાં બીજો પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 720 કરવા નિર્ણય નકકી કરેલ છે. જે રાજકોટ ડેરીએ જાહેર કરેલ કિલો ફેટના અત્યાર સુધીમાં સૌથી ઉંચો ભાવ છે.
અત્યારે દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 660 હતો જેની સરખામણીએ આ જાહેરાતથી મંડળીઓને રૂ. 60 વધુ મળશે. દુધ સંઘ દ્વારા ર1મી મે થી દુધ મંડળીઓને પ્રતિકિલો ભાવ રૂ. 720 ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દુધ ઉત્5ાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.715 ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધારે દુધ ઉત્5ાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દુધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા દ્વારા કરવામાં આવેલ છે.