રાજકોટ ડેરીમાં અમૂલ દહી-પનીરનું ઉત્પાદન કરાશે ડેરીનું ટર્ન ઓવર રૂ. ૭૭૭.૧૫ કરોડ અને નફો રૂ. ૫.૮૯ કરોડ પહોચ્યો: દુધનું દૈનિક વેચાણ ૪૦ હજારથી વધીને ૩.૫ લાખ કીલો થયું

રાજકોટ જિલ્લાના ૭૨ દુધ ઉત્પાદકો પૈકી ૩.૫૦ લાખથી વધુ લોકો સાથે સીધી રીતે સંકળાયેલ રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘે છેલ્લા ૧૫ વર્ષમાં તમામ ક્ષેત્રે અવિરત વિકાસના સોપાનો સર કર્યા છે. અને ખેતી સાથે પશુપાલન વ્યવસાયને ઉત્તેજન આપી પશુપાલકોને આર્થિક રીતે પગભર થવામાં મજબૂત સહકાર આપી સહકારી ક્ષેત્રોની કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયું છે. તેમ જિલ્લા દુધ ઉત્પાદક સંઘનાં ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જણાવ્યું હતુ.

રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતુ કે સહીયારા પ્રયાસોથી ૨૦૧૭-૧૮ના વર્ષનો રાજકોટ ડેરીનો ચોખ્ખો નફો ૫૯૮.૨૨ લાખ થયો છે. સાથોસાથ સતત ૧૫માં વર્ષે તેમણે સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ (રૂ.૨.૩૨ કરોડ) ચૂકવવાની જાહેરાત કરી હતી.

જિલ્લા દુધ ઉત્પાદક સાથે અનેક પડકારો વચ્ચે આગલા વર્ષની સરખામણીએ ૨૦૧૭-૧૮નાં વર્ષમાં દુધ ઉત્પાદકોને દુધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.૧૭નો ભાવ વધારો ચૂકવી કુલ રૂ. ૧૬ કરોડ વધારાના ચૂકવ્યા છે. તેમ જણાવી તા. ૨૧-૬-૨૦૧૮થી દૂધના ખરીદભાવમાં પ્રતિકિલોએ રૂ.૨૦નો વધારો ચૂકવવાની જાહેરાત કરી હતી અને મેરેલ કે, દુધ ઉત્પાદકોને આર્થિક રીતે મજબુત કરવા રાજકોટ ડેરી દ્વારા ભવિષ્યમાં પણ ભાવ વધારો આપવામાં આવશે.

મોરબી જિલ્લા અલગ થવા છતા રાજકોટ જિલ્લા દુધ સંઘ દ્વારા ૭૨૧ દુધ મંડળીઓ મારફત દૈનિક સરેરાશ ૪.૧૦ લાખ લીટર દુધ સંપાદન કરવામા આવેલ છે. અને મોરબી જિલ્લામાં ગયેલ ૧૨૦ દુધ મંડળીઓને તમામ હકક હિસ્સા તથા ર ભંડોળ પણ પરત આપી દેવામા આવેલ છે.

જિલ્લાની ૭૨૧ મંડળીઓ પૈકી ૫૩ ટકાથી વધુ એટલે કે ૩૮૪ મંડળીઓ મહિલા સંચાલીત છે. જે રાજકોટ ડેરીનું વિશેષ જમાપાસું છે. વર્ષના અંતે પ્રતિકિલો ફેટે એઉ.૭ ભાવ ફેર ચૂકવવાની જાહેરાત કરતા ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવેલ કે, દુધ ઉત્પાદક મંડળીઓ મારફત દૂધ ઉત્પાદકોને રૂ.૬ કરોડની વધારાની રકમ પણ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે. પોતાના ૧૫ વર્ષનાં કાર્યકાળનો હિસાબ આપતા તેમણે જણાવેલ કે, ૨૦૦૨-૨૦૦૩માં પોતે ચેરમેન બન્યા ત્યારે ડેરીનું ટર્નઓવર રૂ.૬૭.૮૧ કરોડ હતુ જે વધીને ઐતિહાસીક સ્તર રૂ. ૭૭૭.૧૫ કરોડ પહોચ્યું છે. જયારે નફો રૂ.૧૯.૫૫ લાખ હતો તે વધીને રૂ. ૫.૮૯ કરોડે પોચ્યો છે. દુદના ખરીદ ભાવ કિલોફેટે રૂ.૧૮૫ હતા તે વધીને રૂ. ૬૨૫ થયા છે. દુધ સંપાદન ૧.૨૩લાખ કિલો પ્રતિદિનક હતુ તે વધીને ૪.૧૦ લાખ કિલોએ પહોચ્યુ છે. અને દૈનિક વેચાણ ૪૦ હજાર કિલો હતુ તે વધીને ૩.૫ લાખ કિલો થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.