બે દિવસમાં મચ્છરોની ઉત્પતિ અંગે ભંગારના ડેલા, બાંધકામ સાઈટ, ટાયરની દુકાનો, ગેરેજ, પેટ્રોલપંપ સહિત ૧૮૨ સ્થળે ચેકિંગ : રૂ.૪૨૨૦૦નો દંડ વસુલાયો
ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનિયા સહિતના રોગચાળાને વકરતો અટકાવવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન મેલેરીયા વિભાગ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ અંગે ૧૮૨ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મચ્છરોની ઉત્પતિ અને પોરા મળી આવતા રાજકોટ ડેરી, આઈટીઆઈ, એસ.ટી.વર્કશોપ, ઈપીએફ ઓફિસ સહિત ૧૧૦ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ.૪૨૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
છેલ્લા બે દિવસ દરમિયાન મચ્છરોની ઉત્પતિ અંગે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત દૂધસાગર મેઈન રોડ પર અમુલ રાજકોટ ડેરી, ભાવનગર રોડ પર આટીઆઈ, ગોંડલ રોડ પર ઈપીએફ ઓફિસ, દર્શન ભાવી સ્કૂલ, વોર્ડ નં.૯ ઓફિસની સામે અક્ષર સ્કૂલ, દર્શન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, કાલાવડ રોડ પર કેન્દ્રીય વિદ્યાલય, કૈલાસ પાર્ક રોડ પર ગ્લોબલ સ્કૂલ, બાબરીયામાં રામકૃષ્ણ વિદ્યાલય, બોલબાલા માર્ગ પર પાર્થ વિદ્યાલય, સાંઈનગરમાં વૈદિક બોયઝ હોસ્ટેલ, બોમ્બ હાઉસીંગ બોર્ડમાં ઓમ શિવ ગર્લ્સ સ્કૂલ, રવિરત્ન મેઈન રોડ પર કનકાઈ ગર્લ્સ હોસ્ટેલ, કિર્તી ગર્લ્સ હોસ્ટેલ, માર્કેટીંગ યાર્ડ પાસે ઈનોવેટીવ ટાયર, માટેલમાં રેસ્ટોરન્ટ, મોરારીનગરમાં મધુવન સ્કૂલ, બાપુનગરમાં ગુજરાત, ગોંડલ રોડ પર માલવીયા પેટ્રોલપંપ, ગોંડલ રોડ ખાતે સેલ પેટ્રોલપંપ, પરાબજારમાં બેંક ઓફ ઈન્ડિયા ઝોનલ ઓફિસ, હરિનગર મેઈન રોડ પર સીતારામ છાત્રાલય, ગણેશ પાર્ક પાસે પેરેડાઈઝ હોલ, ચંદ્રપાર્કમાં બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, યુનિ. રોડ પર અતુલ મોટર્સ, એચ.પી.ટાયર, ગોકુલ પાર્કમાં માતૃશ્રી વિદ્યા મંદિર, તિરૂ પતિ સોસાયટીમાં તિરૂ પતિ પ્રા.શાળા અને સત્યપ્રકાશ વિદ્યાપીઠ, ચંદનપાર્કમાં ગણેશ વિદ્યાલય, નિવેદીતનગરમા સ્કાય પ્લેહાઉસ, ચંદનપાર્કમાં રોઝરી સ્કૂલ, મવડીમાં મુરલીધર સ્કૂલ, રીધ્ધીપાર્કમાં લક્ષ્ય સ્કૂલ, જયમલ પરમાર માર્ગ પર અરૂ ણી હોસ્પિટલ, સ્પોર્ટસ કલબ, સોમનાથમાં રોઝરી સ્કૂલ, સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ, પાટીદાર ચોકમાં વિદ્યાનિકેતન અને ૧૫૦ ફૂટ રોડ પર શ્રીજી સ્ટીલ સહિત કુલ ૧૧૦ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ મળી આવતા નોટિસ ફટકારી રૂ ા.૪૨૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.