ઉત્પાદકોને મહત્તમ ભાવ મળેએ જ દૂધ સંઘની નીતિ
૨૧મીથી પ્રતિ કિલો ફેટ રૂ.૨૦નો વધારો: રાણપરિયા
હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના અપાશે રૂ.૬૮૦
રાજકોટ દૂધ સંઘનાં વહીવટમાં દૂધ ઉત્પાદકોનાં આર્થિક-સામાજીક હિતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. કોરોના મહામારીના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે તેમજ ચોમાસાની સીઝનમાં ખેતીમાં પૈસાની જરૂરિયાતને ધ્યાનમાં લઇને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના પ્રયાસ રૂપે દૂધ સંઘનાં નિયામક મંડળે ૧૦ દિવસનાં ટુંકા ગાળામાં બીજી વખત દૂધનાં પ્રતિકિલો ફેટનાં ખરીદ ભાવમાં રૂ.૨૦નો વધારો કરી દૂધ ઉત્પાદકોને તા. ૨૧થી દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવ રૂ.૬૮૦ આપવાનો હજારો દૂધ ઉત્પાદકોનાં હિતમાં નિર્ણય કર્યો છે. તેમ ડેરીના અધ્યક્ષે જણાવ્યુ હતું.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને ઓછા ભાવ અપાતા હોવાની ફેલાવાઇ રહેલી વાતો અંગે દૂધ સંઘના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયાએ જણાવ્યુ છે કે રાજકોટ જિલ્લા દૂઘ્ ઉત્પાદક સંઘે ગત વર્ષના અનિયમીત વરસાદથી માંડી ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકો અને દૂધ ખાનાર વર્ગ એમ બંન્નેુ ધ્યાન રાખી અનેક ઔતિહાસીક નિર્ણયો કર્યા છે તેમજ સહકારજન ભાવના સાથે નફાની નહી પરંતુ દૂધ ઉત્પાદકોને વધુને વધુ વળતર મળે તેવી ભાવના સાથે સમગ્ર નિયામક મંડળ (બોર્ડ) કામ કરી રહ્યુ છે ત્યારે ૭૫૦૦૦ જેટલા દૂધ ઉત્પાદકોના આર્થિક આધાર સમાન જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ વિશે ખોટી અને ભ્રામક વાતો નહી ફેલાવવા સૌને અપીલ છે.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષે જણાવ્યુ હતુ કે દૂધ સંઘ જિલ્લાના ૭૫૦૦૦થી વધુ દૂધ ઉત્પાદકોની સહિયારી માલિકીની આ સંસ્થા છે. તેમના પ્રતિનિધિ તરીકે અમે જવાબદારી સ્વીકારી તમામ વહીવટ અને વિકાસમાં વધુમાં વધુ દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો મળે અને દૂધ વાપરનાર ગ્રાહકોને વ્યાજબી ભાવથી ઉચ્ચ ગુણવતાવાળું દૂધ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા અભિગમથી અમે અને અમારૂ નિયામક મંડળ કામગીરી કરી રહ્યું છે.
જિલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધના મહતમ ભાવ મળે તે માટે સંઘની પ્રથમ નીતિ છે. છેલ્લા ૫ વર્ષનો સરેરાશ પ્રતિ કિલો ફેટના ભાવમાં સતત વધારો ચુકવેલા છે. વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૬૦૮, ૨૦૧૭-૧૮માં રૂ.૬૨૫, ૨૦૧૮-૧૯માં રૂ.૬૩૫, ૨૦૧૯-૨૦મા૦ રૂ.૬૫૬ ફાઇનલ ભાવ તરીકે ચુકવેલ છે.
સંઘે ૨૦૧૮-૧૯ની સરખામણીએ ૨૦૧૯-૨૦માં પ્રતિ ફેટ દૂધનો ખરીદભાવ રૂ.૨૧ વધારે ચુકવેલા છે. જેની ગણતરી કરતા રૂ.૨૧ કરોડ જેટલી રકમ વધુ ચુકવેલ છે. જેનો સીધો ફાયદો દૂધ ઉત્પાદકોને થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ દૂધ ઉત્પાદકો માટે કુદરતી રીતે તથા પશુ આહારના વધેલા ભાવથી કસોટી ભર્યુ હતું. જુન-જૂલાઇમાં સમયસર વરસાદ ન આવતા ઘાસચારની અછત ઉભી થઇ અને ઓગષ્ટ સપ્ટેમ્બરમાં અતિ વરસાદ થવાથી ઘાસચારો ખૂબ બગડી જવાથી, પશુને રોગ આવવાથી દૂધ ઉત્પાદનમાં ભયંકર ઘટાડો થયો સાથોસાથ કપાસીયાના ખોળનો ભાવ પ્રતિ બેગના રૂ.૧૮૦૦થી ૨૨૦૦ થયા જયારે અમૂલ દાણાના ભાવ રૂ.૧૨૦૦ આસપાસ થવાથી કોઇપણ કાળે પશુપાલકોને પશુ નિભાવા શકય ન હતા આવી પરિસ્થિતિમાં સંઘની વાર્ષિક સાધારણ સભામાં તા.૨૧-૬-૧૯થી પ્રતિ કિલો ફેટે રૂ.૬૮૦ ચુકવવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી વધુ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા સંઘના નિયમક મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને તા.૧-૭-૧૯થી ૩૧-૮-૧૯ના ચોમાસ માટે પ્રતિ કિલો ફેટ રૂ.૭૦૦નો ભાવ ચુકવવાનો નિર્ણય કરી દૂધ ઉત્પાદકોની કપરી પરિસ્થિતિમાં સંઘ જ પડખે ઉભો રહે તેવા સાહસિક નિર્ણય લેવામાં કયારેય એમ પીછેહઠ કરી નથી.
કપાસિયાના ખોળમાં થયેલા ભાવ વધારામાં અમૂલ દાણમાં પ્રતિ બેગે રૂ.૧૦૦ની સબસીડી આપી સહાય રૂ પ થવાનો નિર્ણય કરતા સંઘે ૯ માસમાં રૂ.૫ કરોડની સહાય, સબસીડી દાણમાં ચુકવેલ છે.
ઉપરાંત સભાસદોના અકસ્માત વિમામાં રૂ.૧૦ લાખનાં વિમાની રકમ મુજબ કુલ રૂ.૧૦ કરોડની રકમ મંજુર કરવી ચુકવ્યો છે. આ રીતે સંઘે સામાજીક જવાબદારી નિભાવી છે.
આવી વિકટ પરિસ્થિતિમાં પશુમાં દૂધનું ઉત્પાદન ઘટતા સ્વાભાવિક દૂધ સંપાદનમાં ઘટાડો થયા તેની સામે દૂધનું વેચાણ વધતા અને ગ્રાહકોને અમૂલ દુધ પુરતા જથ્થામાં મળી રહે તે માટે ૪-૫ માસ દૂધ, દૂધનો પાઉડર, માખણ વગેરે અન્ય દૂધ સંઘમાંથી લાવતા અંદાજે રૂ.૧૫ કરોડનો સંઘને આર્થિક વધારાનો બોજ પડેલો છે. તેવી વિકટ પરિસ્થિતીમાં અમૂક નિર્ણયો દૂધ ઉત્પચાદકોની કઠિન પરિસ્થિતિમાં લેવાની ફરજ પડી છે. ખાસ કરીને સંઘ દૂધ ઉત્પાદકોનું હિતો ઉપર ધ્યાન આપી અને મહતમ ફાયદા આપ્યા છે તેવી ચેરમેન રાણપરિયાએ ખાત્રી આપી છે.