રાજકોટ અને મોરબીની ૧૪ બેઠકોનો જંગ :  ૧૧મી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ૧૪થી ૧૮મી સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લોમીટેડની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં રાજકોટ અને મોરબીની ૧૪ બેઠકો માટે આગામી તા. ૨૮ ઓગસ્ટના રોજ મતદાન યોજવાનું છે. ૧૧મી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ૧૪થી ૧૮મી સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

ધોરાજી પ્રાંત જી.વી. મીયાણી રાજકોટ ડેરીની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત છે. તેઓએ સંઘ સંકલિત સભાસદ મંડળીઓના પ્રતીનીધીની ૧૩ બેઠકો અને વ્યક્તિગત સભાસદના પ્રતિનિધિની એક બેઠક મળી કુલ ૧૪ બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. જેમાં આવતીકાલે કામચલાઉ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. તા.૨૯ જૂન મતદાર યાદી અંગે દાવા, વાંધા રજુ કરવાની છેવટની તારીખ, તા.૩૧ જૂના કામ ચલાઉ મતદારયાદી સામેના દાવા વાંધાનો નિર્ણય, તા.૪ ઓગસ્ટના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

તા. ૬ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ ઉમેદવારી પત્ર ભરવાનો સમય જાહેર કરવામાં આવ્યો છે. તા. ૧૧ ઓગસ્ટ ઉમેદવારી પત્રો રજૂ કરવા માટેની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. તા. ૬થી ૧૧ ઓગસ્ટ મળેલ ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧૩ના રોજ ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ અને માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧૪થી ૧૮ ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ, તા.૧૮ ઓગસ્ટના રોજ હરીફ ઉમેદવારોની આખરી પ્રસિદ્ધિ કરવાની તારીખ , તા.૨૮ ઓગસ્ટના રોજ મતદાન જરૂરી હોય તો યોજવાનું અને તા.૨૯ ઓગસ્ટના રોજ મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.